<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ગુજરાતમાં ટુરિઝમને ધમધમતું કરનાર, વાયબ્રન્ટ વ્યકિતત્વ પૂર્વ ધારાસભ્ય કમલેશભાઈ પટેલનું નિધન

મણિનગરની સીટ જંગી બહુમતીથી જીતનાર કમલેશ પટેલે પોતાની સીટ ખાલી કરી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સોંપી ગુજરાતના વિકાસનો નવો ઈતિહાસ રચવામાં મોટા સહભાગી બન્યા,

અમદાવાદ :ભારતીય જનતા પાટીઁના પાયાના કાયઁકર અને મણિનગરની સીટ જંગી બહુમતીથી જીતનાર કમલેશ પટેલે પોતાની સીટ ખાલી કરી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સોંપી ગુજરાતના વિકાસનો  નવો ઈતિહાસ રચવામાં મોટા સહભાગી બન્યા,તેઓ નરેન્દ્રભાઈ મોદીના સૌથી નિકટતમ અને વિશ્વાસુ બની ગુજરાત ટુરીજમની ડોર સંભાળી,તેઓએ ગુજરાત ટુરીજમના ચેરમેન બની ટુરીજમને નવી ઉંચાઈ આપી,અમિતાભ બચ્ચનને લાવી,, કુછ દિન તો બિતાઓ ગુજરાત મે.. નુ સફળતાપુવઁક માકઁટીંગ તેમજ  વાયબ્રન્ટ નવરાત્રિ,પતંગોત્સવ,રણ મહોત્સવ,મેન્ગો ફેસ્ટિવલ,સાપુતારા મોન્સુન ફેસ્ટીવલ,તરણેતરનો મેળો,ટુરીજમ એવોડઁ સહિત દેશભરમાં ટુરીજમના રોડ શો કરી ગુજરાતના પ્રવાસનને ધમધમતું કરી દીધુ,તેઓ દ્રારા ગુજરાતના પ્રવાસનને ૧૬%થી વધુની ઉંચાઈ પર લઈ જવાનો રેકોડઁ કાયમ થયો.
કમલેશ પટેલ એટલે એક નોખુ વ્યકિતત્વ, બધાની જ મદદ માટે હંમેશા એમની તૈયારી,ટુરીજમ માટે કોઈપણ નવા આઈડીયા ને તુરંત સ્વીકારી અમલ કરે,તેમની સાથે નિખાલસતાથી વાત કરી શકાય અને રજુઆતને સકારત્મકતા સાથે પુણઁ કરવાની એમની આગવી આવડત તેમને બીજા કરતાં વિશેષ બનાવ્યા હતા,તેઓ મુખ્ય મહેમાન તરીકે દરેક કાયઁક્રમમાં હાજર રહી આયોજકોને બળ આપી પ્રોત્સાહિત કરતા,તેમની હાજરીથી ધમધમતી ગુજરાત ટુરીજમની ઓફિસ ૨૦૧૭માં તેમના રાજીનામા બાદ સુમસામ બની ગઈ છે,જે ગુજરાત ટુરીજમની ઓફિસમાં ઉત્સાહ અને આનંદના માહોલમાં હજારો મુલાકાતીઓ આવતા હતા ત્યાં અત્યારે ઉદાસીનતા અને  ખાલીપો દેખાય છે અને ગુજરાત ટુરીજમ નેવુંના દાયકા તરફ રીવસઁ જઈ રહ્યુ છે ત્યારે કમલેશભાઈ જેવા ઉત્સાહી અને વાયબ્રન્ટ વ્યકિતત્વની ખોટ ગુજરાત ટુરીજમમાં હંમેશા વતાઁશેતેમ ગુજરાત ભાજપે જણાવ્યું છે

  કમલેશ પટેલ વર્ષ ૨૦૦૨મા નરેન્દ્રભાઈ મોદી માટે મણીનગર વિધાનસભા પર પોતાનો દાવો પાછો ખેંચનાર તત્કાલિન ધારાસભ્ય આપણી વચ્ચે રહ્યા નથી !  લગભગ આઠ- નવ વર્ષ સુધી ગુજરાત ટુરિઝમના ચેરમેન રહેલા કમલેશભાઇ પટેલ  મિલનસાર, સંઘીઓથી ઘેરયેલા રહેતા પણ અસ્સલ અમદાવાદી સ્વભાવ અને ખૂબ ઓછુ બોલનારા ભાજપના આ પરગજુ, ઘસારો વેઠનારા આ નેતાએ  અનેકોનેકને મદદ કર્યાનુ યાદ છે.

તેમના અંતિમ સંસ્કાર ૧૯મી ઓક્ટોબર શનિવારે સવારે સાબરમતી નદીને કાંઠે સપ્તઋષીને ઓવારે (જમાલપુર) ખાતે છે.

(7:26 PM IST)