News of Thursday, 17th October 2024
જોધપુર જેલમાં કેદ આસારામ સાથે મુલાકાત કરવા જામીન આપવા માટે નારાયણ સાંઇની ગુજરાત હાઇકોર્ટમાં અરજી
નારાયણ સાંઈ તરફથી સુરતથી જોધપુર જવા અને આવવા માટે એર ફેર ચૂકવવા સહિતની તૈયારી દર્શાવાઈ

સુરતની જેલમાં કેદ રહેલા નારાયણ સાંઈએ, જોધપુર જેલમાં કેદ રહેલા પિતા આસારામ સાથે મુલાકાત કરવા માટે જામીન આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટમાં નારાયણ સાંઇની અરજી પર સુનાવણી થઈ હતી.
રાજ્ય સરકારે. અરજીનો વિરોધ કરતા કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા ગણાવી હતી. નારાયણ સાંઈ તરફથી સુરતથી જોધપુર જવા અને આવવા માટે એર ફેર ચૂકવવા સહિતની તૈયારી દર્શાવાઈ હતી. જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત સારી ના હોવાથી એક દિવસ જેલમાં મુલાકાત કરવાની અરજીમાં માંગ કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટે પોલીસ જાપ્તામાં હવાઈ મુસાફરી મારફતે લાજપોર જેલથી જોધપુર જેલ જવાની વાત કરી. લાજપોર જેલથી જોધપુર જેલ જવા આવવાનો ખર્ચ અને પોલીસ જાપ્તા સહિતની બાબતોને લઈ સચિન પોલીસ મથકે 10 લાખ જમા કરાવવા સૂચન કર્યું છે. નારાયણ સાંઈની અરજી પર આવતીકાલે હાઈકોર્ટનો વિસ્તૃત લેખિત આદેશ કરાશે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
