News of Thursday, 17th October 2024
અમદાવાદ રેલવે યાર્ડમાં હથિયારો સાથે ઘૂસીને પાર્સલની લૂંટમાં સામેલ ચાર આરોપી ઝડપાયા
રેલવે યાર્ડમાં થયેલા 29.56 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

અમદાવાદ રેલવે સ્ટેશનના રેલવે યાર્ડમાં થોડા દિવસ પહેલા થયેલા લાખો રૂપિયાના પાર્સલની લૂટનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ રેલવે પોલીસ દ્વારા પાર્સલ લૂંટમાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. રેલવે યાર્ડમાં આવેલા લીઝ પાર્સલ હોલ્ડરની ઓફિસમાં બે મોપેડ પર તલવાર અને તીક્ષણ હથિયારો લઈને પાંચ જેટલા આરોપીઓ પહોંચ્યા હતા અને લૂંટ ચલાવી હતી
રેલવે પોલીસે 4 આરોપીઓની આ કેસમાં ધરપકડ કરી છે. જેમાં આસિફ ગાંડી ઉર્ફે આમિરખાન, અયુબ કુરેશી, સિકંદર ઉર્ફે જગો શેખ અને આમિરખાન ઉર્ફે બાબાની લૂંટ અને ધાડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગએ રેલવેમાં આંતક મચાવ્યો હતો.
રેલવે સ્ટેશન પર આવેલા પાર્સલના ગોડાઉનમાં ધાડ કરીને રૂપિયા 29.56 લાખના ઈમિટેશન જવેલરીના પાર્સલ સહિતના ટ્રકની લૂંટ આરોપીઓએ કરી હતી. આ ગેંગ ઘાતક હથિયારો સાથે લૂંટ અને ધાડ કરતા હતા. જેને લઈને રેલવે પોલીસે CCTV ફુટેજના આધારે ચારેય આરોપીની ધરપકડ કરી છે.
રેલવે પોલીસની તપાસમાં સામે આવ્યું કે રેલવે યાર્ડમાં આવેલા લીઝ પાર્સલ હોલ્ડરની ઓફિસમાં બે મોપેડ પર તલવાર અને તિક્ષ્ણ હથિયારો લઈને પાંચ જેટલા આરોપીઓ પહોંચ્યા હતા અને લૂંટ ચલાવી હતી. આ આરોપીઓના હથિયારો સાથેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમને વીડિયો બનાવીને આંતક મચાવ્યો છે. આ ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
આરોપી આસિફ ગાંડી વિરુદ્ધ 28 જેટલા ગુનાઓ નોંધાયા છે અને 5 તેને વખત પાસા કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપી અયુબ કુરેશી વિરુદ્ધ 10 ગુના નોંધાયા છે. આરોપી સિકંદર વિરુદ્ધ પણ 3 ગુના નોંધાયા છે અને આમિર ઉર્ફે બાબા વિરુદ્ધ પણ અગાઉ 5 ગુના નોંધાયેલા છે. આ સમગ્ર મામલે પોલીસે તમામ મુદ્દામાલ રિકવરી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ એક આરોપી સલમાન ક્રેકની શોધખોળ હાથ ધરી છે.
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
