<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

વડોદરાથી અસ્થિ વિસર્જન માટે ચાંદોદ આવેલ વૃદ્ધ નર્મદા નદીમાં ડૂબ્યા:ડભોઇ ફાયર ટિમ દ્વારા શોધખોળ

વિધિ બાદ અસ્થિનું વિસર્જન કરતી વેળા આજવા રોડના રહેવાસી ધનસુખ નારણભાઈ સરવૈયા વહેણમાં તણાયા

વડોદરાથી અસ્થિ વિસર્જન અર્થે ચાંદોદ આવેલ વૃદ્ધ નર્મદા નદીમાં ડૂબ્યા હતા. ચાંદોદના નર્મદા કિનારે અસ્થિનું વિસર્જન માટે વડોદરાથી પરિવાર આવ્યો હતો. વિધિ બાદ અસ્થિનું વિસર્જન કરતી વેળા વહેણમાં વૃદ્ધ તણાયા હતા. ડભોઇ ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી છે. ચાંદોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. નર્મદા નદીના પાણીમાં તણાયેલ વૃદ્ધની ઓળખ  વડોદરા આજવા રોડના રહેવાસી ધનસુખ નારણભાઈ સરવૈયા ઉંમર વર્ષ 60 થવા પામી છે.

(9:10 PM IST)