News of Thursday, 17th October 2024
રાજપીપળા પેઢીમાંથી ૧૨ લાખ રૂપિયા લઈ આપેલ ચેક રિટર્ન થતા નાવરા ગામના શખ્સ ને કોર્ટે એક વર્ષની સજા ફટકારી
ખેતી કરવા માટે નાણાંની જરૂરિયાત પડતાં અઢી વર્ષ માટે ૧૨ લાખ લઈ ચેક આપ્યો, આ ચેક ખાતામાં ફંડ ઓછું હોવાથી રિટર્ન થતા પેઢી માલિકે નોટિસ અપાવ્યા બાદ પણ કોઈજ જવાબ નહિ મળતા કોર્ટમાં ઘા કર્યો:કોર્ટમાં કેસ ચાલી જતાં એડવોકેટ પ્રતીક એ પટેલ ની ધારદાર દલીલો બાદ કોર્ટે નાણાં લેનારને એક વર્ષની સજાનો હુકમ.કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: સ્વામી ફાયનાન્સનાં ભાગીદાર સહાબશરણ અગમશરણ પટેલ,(રહે. કાછીયાવાડ, રાજપીપળા)એ કોર્ટમાં આપેલ ફરિયાદ મુજબ તેઓ નાણા ધીરધારનો ધંધો કરે છે. તેમની પાસેથી પ્રહલાદભાઈ શંકરભાઈ પટેલ(રહે. નવી નગરી, નાવરા,તા.નાંદોદ, જી.નર્મદા) એ ફેબ્રુઆરી ૨૦૧૬માં ખેતી કરવા નાણાની જરૂરીયાત પડતા તેમની પેઢી ઉપર આવી રૂા.બાર લાખની અઢી વર્ષ માટે જરૂરીયાત હોય નાણાની માંગણી કરેલ, જેથી તા.૨૫/૨/૨૦૧૬ના રોજ રૂા.બાર લાખનો તેમના નામનો ચેક લખી આપેલ, આ રકમ સામે પ્રહલાદભાઈએ તા.૯/૮/૨૦૧૮નો રૂા.૧૨,૦૦,૦૦૦ નો ફરીયાદીના નામનો ચેક લખી આપેલ, આ ચેક જે તે તારીખે જમા કરાવતા ચેક "ફંડ અનસફીસ્યન્ટ'નાં શેરા સાથે સ્વીકારાયા વગર પરત ફરેલ, જેથી પેઢી વાળા એ તેમને તા.ર૦/૮/ ૨૦૧૮ ના રોજ તેમના એડવોકેટ પ્રતીક એ પટેલ મારફતે ધી નેગો.ઈન્સ્ટ્રુ.એકટ મુજબ રજી.પો.એ.ડી.તથા સ્પીડ પોસ્ટથી નોટીશ આપેલી અને ચેકના નાણા દિન-૧૫ માં ચુકવી આપવા જાણ કરેલી. જે નોટીશ બજી ગયેલ તેમ છતા પ્રહલાદભાઈ એ નોટીશનો કોઈ જવાબ આપેલ નહી કે લેણી રકમ વસુલ આપેલ નહી. જેથી પેઢી વાળા એ તેમના વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરતા આ કેસ કોર્ટ માં ચાલી જતાં ફરિયાદી તરફે વકીલ પ્રતીક એ પટેલની ધારદાર દલીલો અને પુરાવા રજુ કરતા કોર્ટે પ્રહલાદભાઈ પટેલને ગુનેગાર ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા કરવાનો હુકમ કરતાં અન્ય આવા લોકો માં ફફડાટ ફેલાયો છે
આરોપી એ ફરિયાદી ને રૂપિયા ૧૨ લાખ વળતર તરીકે ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે...
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
