<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

છટવાડા ગામે પોતાના પિયરમાંથી પરણિત દીકરી ગુમ થતા પિતાએ પોલીસની મદદ માંગી

જુનાઘાટા ગામે પરણાવેલી પરણિત દીકરી પિયરમાં આવ્યા બાદ અચાનક ગુમ થતાં પરિવારજનો ચિંતિત:જુનાઘાટા ગામમાં કેટલીક પરણિત મહિલાઓને અન્ય જગ્યાએ પરણાવવાની લાલચ આપી રૂપિયા પડાવી લેતા હોવાના પેંતરાનો તેમની દીકરી ભોગ બની હોવાની પિતાને શંકા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ભૂતકાળમાં અનેકવાર દેખાવડી અને જુવાન જણાતી મહિલાઓને સૌરાષ્ટ્ર તરફ ના કુંવારા યુવાનો કે પુરુષોને વેંચી મારવાની કે લગ્ન કરાવી લાખો રૂપિયા પડાવી આખી ગેંગ ફરાર થવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે અને તેમાં જૂનાઘાંટા ગામમાં પણ આવા વેપલા કેટલાક તત્વો કરી રહ્યાં હોવાની ચર્ચા છે ત્યારે હાલમાં એક પરણિત યુવતી પોતાના પિયરમાંથી ક્યાંક ગુમ થયા પિતા એ આ બાબતે આમલેથા પોલીસની મદદ માંગી છે
   ગુમ થનાર દિકરી હિનાબેન W/O નિતેશભાઈ વસાવા (ઉ.વ.આ.૨૮ )(રહે. જુનાઘાટા તા.નાંદોદ જી.નર્મદા )નાઓ ગઇ તા.૧૪/૧૦/ ૨૦૨૪ નાં રોજ કોઇપણ સમયે તેમનાં પિયર થી કોઇને પણ જાણ કર્યા વગર ક્યાંક જતી રહેતા તેની શોધખોળ કરતા ક્યાંયે મળી નહિ આવતા આખરે તેમના પિતા સુકલભાઇ મુળજીભાઇ વસાવા( રહે. છટવાડા નીચલુ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ આમલેથા પોલીસ ની મદદ માંગતા પોલીસે તપાસ હાથ ધરી છે.
 જોકે પિતા સુકલભાઇ વસાવા એ જણાવ્યું કે સૌરાષ્ટ્ર તરફ ના પુરુષો ને લગ્ન માટે કન્યા નહિ મળતા કેટલાક લોકો આ તરફ આવી અમુક રૂપિયા આપી લગ્ન કરી લેતા હોય છે અને જુનાઘાંટા ગામ કે જ્યાં મારી દીકરી પરણાવી છે એ ગામમાં પણ કેટલાક લોકો આવા ધંધા કરતા હશે માટે મારી દીકરી પણ એનો શિકાર બની એવી મને શંકા છે.

આવા કિસ્સા માં લગ્ન માટે રૂપિયા પડાવી આખી ગેંગ ફરાર થઈ જતી હોય છે અને કુંવારા વ્યક્તિના લગ્ન ના અરમાન અધૂરા રહી જતા હોય ઉપરાંત લાખો રૂપિયા પણ ગેંગ ના વ્યક્તિઓ ચાઉં કરી જતા હોય છે. તો શું આ ગુમ થયેલ પરિણીતા આવા કોઈ ષડયંત્ર નો શિકારી બની હશે..?? પોલીસ તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે

(10:24 PM IST)