<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

હાલોલ નજીક કેમિકલનું ટેન્કર અચાનક પલટ્યું: ભારે અફરાતફરી :ટેન્કરમાં ઘૂસી જતાં બાઈકચાલકનું મોત

જ્વલનશીલ કેમિકલ હવામાં ભળવાથી અનેક લોકોને આંખોમાં અને ગાળામાં બળતરા

હાલોલ નજીક કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી મારી જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. કેમિકલ એટલું ભયંકર હતું કે, રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને આસપાસમાં રહેતા લોકોની આંખો અને ગળામાં બળતરા થવા લાગ્યા હતા. આ દરમિયાન પાછળ આવી રહેલી બાઇક ટેન્કરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો,અને એક શખ્સે જીવ ગુમાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, હાલોલ નજીક મધવાસ ગામના રોડ ઉપર કેમિકલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં ટેન્કરમાંથી ફોર્માલ્ડીહાઈડ (CH20) તરીકે ઓળખાતું 37 ટકા જ્વલનશીલ કેમિકલ હવામાં ભળવાથી અનેક લોકોને આંખોમાં અને ગાળામાં બળતરા થવાની ઘટના બની હતી. હાલોલ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટેન્કર ઉપર પાણીનો મારો ચલાવી હવામાંથી કેમિકલનું રિએક્શન ઓછું કરવાનો પ્રયાસ કરાયો હતો. જાણકારી અનુસાર જે કંપનીનું ટેન્કર હતું તે કંપનીના ફાયરમેન દ્વારા કેમિકલ ભરેલા ટેન્કરનો વાલ બંધ કરતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.

(11:25 PM IST)