તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th October 2024
રાજપીપળા સિવિલની લાલિયાવાડીમાં એકનો ભોગ લેવાયાનો આક્ષેપ..
ચિત્રાખાડી ગામે આત્મ પ્રોજેક્ટ ખેતીવાડીની મિટિંગમાંથી પરત જતાં ત્રણ મિત્રોને અકસ્માત થતાં એકનું મોત:દેવલીયા-પૂછપુરા પાસે વળાંકમાં ફોરવીલ ગાડી પુરઝડપે રોંગ સાઈડમાં આવતા મો.સા.ને ટક્કર મારી ત્રણ વ્યક્તિને રોડ ઉપર પાડી દેતા ઇજા બાદ રાજપીપળા સિવિલ લવાયા હતા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના દેવલીયા-પૂછપુરા પાસે વળાંકમાં થયેલા વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ને ગંભીર ઇજા થયા બાદ એકનું મોત નિપજ્યું હતું
મળતી માહિતી અનુસાર રાજુભાઈ સોમાભાઈ રોહિત( રહે.અગર, રોહિત વાસ નિશાળ ફળિયુ,તા. તિલકવાડા જીલ્લો. નર્મદા )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા જશવંતભાઈ દલુભાઈ ભીલ તથા વિજયભાઈ ચુનીલાલભાઈ ભીલનાઓ જશવંતભાઈની મો.સા.નંબર GJ 22 N 17 16 ની લઈને ચિત્રાખાડી ગામ ખાતે આત્મ પ્રોજેક્ટ ખેતીવાડીની મિટિંગમાં જઇ પરત અગર ગામે જતા હતા આ દરમિયાન દેવલીયા-પૂછપુરા પાસે વળાંકમાં એક ફોરવીલ ગાડી સફેદ કલરની પુરઝડપે રોંગ સાઈડમાં નસવાડી તરફથી હંકારી લાવી મો.સા.ને ટક્કર મારી રોડ ઉપર પાડી દેતા ત્રણેય ને ઇજાઓ થતા ત્રણેયને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જતા ત્યાં ડોક્ટરના જણાવ્યા મુજબ રાજુભાઈ ને જમણા પગના ભાગે ફેક્ચર કરી, ઓછી વત્તી ઇજાઓ કરી તેમજ જશવંતભાઈ દલુભાઈ ભીલને જમણા ઘુટણ તથા પગના એડીના ભાગે ઓછીવત્તી ઈજાઓ કરી તેમજ વિજયભાઇ ચુનીલાલભાઈ ભીલનાઓને જમણા પગના ઘુટણ, એડીના ભાગે,જમણા કાન દાઢીના ભાગે ગંભીર ઇજાઓ કરી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હોય તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
જોકે આ ઘટના માં રાજપીપળા સિવિલ હોસ્પિટલની લાલીયાવાડીના કારણે વિજયભાઈનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો હતો, જેથી સિવિલ ખાતે લોકટોળા એકઠા થયા બાદ આમ આદમી પાર્ટી ના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા પણ ત્યાં પહોંચી ગયા હતા અને આ મામલે હાજર તબીબો સાથે ચર્ચા કરી હતી
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
