News of Friday, 18th October 2024
નર્મદા જિલ્લા રજિસ્ટ્રારની ત્રણ વાર નોટિસની અવગણા થતા ભચરવાડા તેલીબિયાં સહકારી મંડળીના સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કલેકટરને રજુઆત
વર્ષ 2019 થી ખાતર વેચાણની રૂ 12 લાખની રકમ મંડળી પાસે બાકી હતી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળાથી ચાર કિમિ દૂર આવેલ ભચરવાડા ગામની તેલીબિયાં ઉત્પાદક સહકારી મંડળી વિરુદ્ધ બાકી નાણાં મામલે જિલ્લા રજિસ્ટ્રારે આપેલ ત્રણ ત્રણ નોટિસોને મંડળી સંચાલકો એ નહિ ગણકારતા છતાં સંચાલકો વિરુદ્ધ જિલ્લા રજિસ્ટ્રારે કોઈ કાર્યવાહી નહિ કરતા જાગૃત ખેડૂતે કલેકટર નર્મદાને રજુઆત કરી છે
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લા સહકાર વિભાગમાં ચાલતી લાલીયાવાડી અને મીલીભગતના બહાર આવેલ ચોંકાવનારા કિસ્સા મુજબ ભચરવાડા તેલીબિયાં ઉત્પાદક મંડળી એ વર્ષ 2019માં ખરીદ વેચાણ સંઘ પાસેથી ખરીદેલ ખાતરના બાકી નાણાં વર્ષ 2024 સુધી પણ વ્યાજ સહીત ચૂકતે નહિ કરતા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર જગદીશભાઈ પટેલે જિલ્લા રજિસ્ટ્રારને લેખિત ફરિયાદ કરતા જીલ્લા રજિસ્ટ્રારે તેલીબિયાં ઉત્પાદક મંડળી ને તા-13/3/24ના રોજ નોટિસ ફટકારી સુનાવણી માટે હિસાબી ચોપડા સાથે હાજર રહેવા જણાવ્યું હતું પરંતુ મંડળી સંચાલકો એ કોઈ પ્રતિભાવ ના આપ્યો ત્યારબાદ જિલ્લા રજિસ્ટ્રારે તા-22/5/24તેમજ તા-13/9/24ના રોજ એમ પુનઃ બે નોટિસ ફટકારી જેમાં મંડળી સંચાલકો વિરુદ્ધ ઉચાપત અને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવા નો ઉલ્લેખ કર્યો હોવા હતો છતાં પણ મંડળી તરફ થી કોઈ હાજર ના રહેતા અને હિસાબી ચોપડા પણ રજુ ના કર્યાં છતાં પણ જિલ્લા રજિસ્ટ્રારે ઢીલું વલણ અપનાવી મંડળી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ના કરતા અને સહકારી કાયદા ના ધજાગરા ઉડાડતા ભચરવાડા મંડળીના સર્વેસર્વા ચેરમેન દિનેશ પટેલને જિલ્લા રજિસ્ટ્રાર છાવરી રહ્યા હોય માટે જાગૃત ખેડૂત જગદીશ પટેલે કલેકટર નર્મદા ને રજુઆત કરી છે ત્યારે હવે કલેકટર નર્મદા શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
ભચરવાડા તેલીબીયા મંડળીના બાકી નાણાં મામલે ખ. વે. સંઘના ડિરેક્ટર જગદીશ પટેલે તેમની રજુઆત માં જણાવ્યું છે કે ભચરવાડા ગામમાં જઈ સ્થળ તપાસ કરો મંડળીના હિસાબી ચોપડા જપ્ત કરો , ખેડૂતોને ખાતર મળ્યું છે કે કેમ તેના જવાબ લો અને અંગુઠાંના નિશાન લીધા છે કે કેમ ? તેની પણ તપાસ કરો, જો ઝીણવટ ભરી તટસ્થ તપાસ થશે તો ઘણી ચોંકાવનારી હકીકત બહાર આવશે કારણ કે જે રીતે ભચરવાડા દૂધ ઉત્પાદક મંડળી ના દોઢ કરોડ રૂપિયાના કૌભાંડમાં દૂધ મંડળીના ચેરમેન દિનેશ શિવલાલ પટેલ વિરુદ્ધ તપાસ અહેવાલ થયો છે એજ દિનેશ પટેલ તેલીબિયાં મંડળીના પણ સર્વેસર્વા છે ત્યારે લોક માંગણી છે કે કલેકટર નર્મદા આ મામલે તટસ્થ , ઘનિષ્ટ અને પારદર્શક તપાસ કરાવે.
(12:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
