<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

રાજપીપળા શાક માર્કેટમાં રખડતા સ્વાનોનો આતંક : 8 થી વધુ લોકોને બચકા ભરતા સારવાર કરાવવી પડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેર આમ તો રાજવી નગરી તરીકે જાણીતું છે પરંતુ હાલમાં લાંબા સમયથી આ શહેરના માર્ગો ઉપર રખડતા જાનવરો જ જણાય છે માટે હવે આ શહેર જાનવરોનું શહેર બન્યું હોય તેવી સ્થિતિ જોવા મળે છે જેમાં હાલમાં શ્વાનોની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે અને ક્યારેક તો કેટલાક શ્વાન ગાંડા થઈ લોકોને બચકા ભરતા પરિસ્થિતિ ગંભીર થઇ જાય છે.
ગઇકાલે રાજપીપળા શાક માર્કેટમાં ફરતા શ્વાનો પૈકી એક શ્વાન પાગલ બન્યું હોય તેમ એક બાદ એક આઠ જેવા લોકો ને કરડ્યું હતું અને કેટલાકને તો બચકા ભરતા ઇજાના કારણે સારવાર પણ લેવી પડી હતી.
વાત કરીએ તારીખ 16 ઓક્ટોબરની તો આ દિવસે રાજપીપળા શાક માર્કેટ તરફના વિસ્તારમાં સવારથી બપોરના ત્રણ વાગ્યાના સમય દરમિયાન રખડતા શ્વાન એ જાણે આતંક વંચાવ્યો હોય તેમ 8 થી વધુ લોકોને બચકા ભર્યા હતા જેના કારણે આ વિસ્તારમાં અફરા તફરી ફેલાઈ હતી અને નાના ભૂલકાઓને પણ હાથમાં પગમાં અને થાપા પર બચકા ભર્યા હોય જેને લઇને આ તમામ લોકોએ સારવાર કરાવી હતી અને આ શ્વાનને પકડવા કે ભગાડવા લોક ટોળા એકઠા થયા હતા
જેમાં ઇલિયાસ ભાઈ નામના વ્યક્તિ કે જેઓ માર્કેટમાં શાકભાજીનો ધંધો કરે છે, તેઓ ઘરેથી દુકાને આવતા હતા તે દરમિયાન એક શ્વાને તેમને પગના ભાગ માં બચકા ભર્યા હતા. ત્યારબાદ એક મહિલાને પણ પગમાં બચકા ભર્યા હોવાની વાત સામે આવી હતી. જેથી આવા પાગલ થયેલા શ્વાનો ને તંત્ર પકડી આગળની કાર્યવાહી કરે તેવી લોકમાંગ છે

(1:05 AM IST)