News of Friday, 18th October 2024
દાંડાવાડી ગામના રોડ પરથી ડેડીયાપાડા પોલીસે અંગ્રેજી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાના દાંડાવાડી ગામ પાસેથી પોલીસે અંગ્રેજી દારૂ નો મુદ્દામાલ ઝડપી ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા પોલીસ ચેકીંગમાં હતી ત્યારે (૧) સંજયભાઇ લાલસિંગભાઇ વસાવે (રહે. મોરખી જાંબીફળીયુ તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) એ પોતાના કબ્જામા વિદેશી દારૂ રોયલ બ્લ્યુ વ્હીસ્કીના પ્લા.ના કવાર્ટરીયા કુલ નંગ-૨૪૦ જેની કુલ કિં.રૂ.૨૪,૦૦૦ તથા તેની પાસેથી તેની અંગ ઝડતીમાંથી મળેલ એન્ડ્રોઇડ મોબાઈલ જેની આશરે કિ.રૂ .૨૦૦૦ ગણી તમામ પ્રોહી. મુદ્દામાલની કુલ કિં.રૂ. ૨૬૦૦૦ જેટલાનો રાખી પ્રોહી વોચ દરમ્યાન પકડાય ગયેલ હોય તથા તેમની સાથેનો રાકેશભાઇ પ્રતાપભાઇ વસાવે (રહે.મોરખી જાંબીફળીયુ તા.અક્કલકુવા જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) નો ઝાડી ઝાખરામાં અંધારાનો લાભ લઇને નાસી ગયેલ તથા આ પ્રોહી મુદ્દામાલ આપનાર- અવિનાશભાઇ દિલીપભાઇ વસાવે રહે.ખડકાપાણી તા.અક્લકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)નાઓ એ એકબીજાની મેળાપણી કરી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે (૧) સંજયભાઇ લાલસિંગભાઇ વસાવે (રહે. મોરખી જાંબીફળીયુ તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) (૨) રાકેશભાઈ પ્રતાપભાઈ વસાવે રહે.મોરખી જાંબી ફળીયુ તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)(૩) અવિનાશભાઇ દિલીપભાઇ વસાવે( રહે.ખડકાપાણી તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
