<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

લૂંટ, હત્‍યાઓ દ્વારા હાહાકાર સર્જનાર ડફેર ગેંગ અંતે વડોદરા ક્રાઇમ બ્રાન્‍ચના સકંજામાં

લીંબડી તાલુકાના અહેમદ સહિત ૪ને પીઆઇ આર.જી.જાડેજા, એચ. ડી. તુવરા ટીમના પીએસઆઈ પી.એમ. ધાકડા અને પીએસઆઈ આર.એન.બારૈયા સ્‍ટાફને ઝડપવામાં મોટી સફળતા રીઢા ગુનેગારો સામે મેદાને પડેલા સીપી નરસિંહમાં કોમારના નેતળત્‍વમાં ઇન્‍ચાર્જ સંયુક્‍ત કમિશનર લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિહ રાઠોડનું માર્ગદર્શન મહત્‍વનું પુરવાર થયું..

રાજકોટ, તા.૧૮: વડોદરા સહિત ગુજરાતભરમાં હાઇવે પર લૂંટનાં ઇરાદે હત્‍યા કરી હાહાકાર મચાવનાર ડફેર ગેંગનાં રીઢા આરોપીઓ પકડવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્‍ચને સફળતા મળી છે.

વડોદરાના પોલીસ કમિશનર તરીકે ચાર્જ લીધા પછી તુરંત રીઢા ગુનેગારો, ગેંગો દ્વારા આચરવામાં આવેલ અપરાધીઓને કોઇપણ ભોગે પકડવા માટેની જવાબદારી ઇન્‍ચાર્જ સંયુક્‍ત કમિશનર લીના પાટિલના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિહ રાઠોડના નેતળત્‍વમાં પીઆઈ આર.જી. જાડેજા, એચ. ડી. તુવરા ટીમના પીએસઆઈ એમ. ડી. ધાખડા અને પીએસઆઈ આર.એન. બારૈયા તથા સ્‍ટાફને સુપ્ર કરેલ જેમાં આ મોટી સફળતા મળી છે.

પકડાયેલ આરોપીઓ ૧. એહમદ ઉર્ફે ટોડા શકુરભાઇ મોરી (ડફેર) ઉ.૩૨ રહે, શિયાણી ગામ, તા.લીંબડી, જી.સુરેન્‍દ્રનગર, ૨. હાજીભાઇ દાઉદભાઇ મોરી (ડફેર) ઉ.૫૧ રહે.બાજરડા ગામ, તા.ધંધુકા જી.અમદાવાદ, ૩.કાળુભાઇ ઉર્ફે  ટીનો ઉર્ફે સલીમ ઉમરભાઇ ખારાઇ (ડફેર) ઉ.૩૮ રહે.ગામ મીઠાપર તા.બાવળા જી.અમદાવાદ, ૪.નહી પકડાયેલ આરોપી - ઇસ્‍માઇલ ઉર્ફે ગીલ્લી જીકાભાઇ ખારાઇ (ડફેર) રહે.ગામ ગુંજાર, તા.ધંધુકા જી.અમદાવાદ.

(1:11 PM IST)