તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 18th October 2024
સુરત : બસ ડ્રાઇવર ભાન ભુલ્યો : કાર - સાયકલ - સ્કુટર સહિત ૮ વાહનો ઉલાળ્યા : બેના મોત ! કેટલાકને ઇજા
કનૈયા ટ્રાવેલ્સની બસ ગુંદા જામનગરથી સુરત જઇ રહી હતી ત્યારે કામરેજ પ્લાઝા નજીકની ઘટના

સુરત, તા.૧૮: સુરતમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. કામરેજ ટોલ પ્લાઝા નજીક લક્ઝરી બસના ચાલકે ૮ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે લોકોના મળત્યુ થયાની આશંકા છે. જ્યારે વાહનમાં બેઠેલ લોકોને ગંભર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જોકે, લોકોએ બસના સુરતનાં કામરેજ ખાતે લકઝરી બસ ચાલક દ્વારા બેફામ રીતે બસ હંકારી વાહન ચાલકોને અડફેટે લીધા હતા. ટોલ નાકાથી ડ્રાયવર વાહનોને ઉડાડતો કામરેજ સુધી પહોંચ્યો હતો. માર્ગમાં લકઝરી બસ ચાલક દ્વારા આશરે ૭ થી ૮ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં કાર, સાયકલ, રિક્ષા સહિતનાં વાહનોને અડફેટે લેતા વાહનોનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો. તેમજ વાહનમાં બેઠેલ લોકોને ગંભર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતમાં ખાનગી લકઝરી બસનાં ચાલક દ્વારા લકઝરી બસને પુર ઝડપે હંકારી વાહન ચાલકોને અડફેટે લીધા હતા. ત્યારે સ્થાનિકો દ્વારા ડ્રાઈવરને ઝડપી પાડી તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે ડ્રાયવર નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. કનૈયા ટ્રાવેલ્સની બસનાં ચાલક દ્વારા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે આ બસ ગુંદા જામનગરથી સુરત આવી રહી હતી. તે દરમ્યાન અકસ્માતની ઘટના બનવા પામી હતી.
કનૈયા ટ્રાવેલ્સની બસનાં ચાલક દ્વારા વાહનોને અડફેટે લેતા ૨ વાહન ચાલકોનાં મોત નિપજ્યા હતા. જે બાદ સ્થાનિકો દ્વારા લકઝરી બસ ચાલકને ઉભો રાખી તેની પૂછપરછ હાથ ધરતા લકઝરી બસનો ચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સ્થાનિકો દ્વારા આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી બસ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાવા પામ્યો હતોચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો.
મળતી માહિતી અનુસાર, કનૈયા ટ્રાવેલ્સની બસ ગુંદા, જામનગર થઈ સુરત જઈ રહી હતી. આ દરમિયાન કામરેજ ટોલ પ્લાઝા નજીક બસ ચાલકે ફુલઝડપે બ્રેક માર્યા વિના કાર, બાઈક, રિક્ષા સહિત આઠ જેટલા વાહનોને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં બે લોકોના મળત્યુ થયાની આશંકા છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે, લક્ઝરી બસ ચાલક નશાની હાલતમાં હતો. ઘટના સ્થળે હાજર લોકોએ બસ ચાલકને પોલીસને સોંપ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
