તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Friday, 18th October 2024
ગુજરાત મીડિયા ક્લબની પહેલ : પત્રકારો માટે રૂ.૧ કરોડના ફંડની જોગવાઈ કરી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કલ્યાણ ફંડની કરાવી શરૂઆત : તાકીદની પરિસ્થિતિમાં મદદ મળી શકશે

અમદાવાદ, તા.૧૮: પત્રકારોના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ ગુજરાત મીડિયા ક્લબ કલ્યાણ ફંડનું અનાવરણ કર્યું હતું. જેની કિંમત રૂ.૧ કરોડ છે. આ જાહેરાત ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત એક ખાસ કાર્યક્રમમાં કરવામાં આવી હતી. આ ફંડ પત્રકારો અને તેમના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા, ખાસ કરીને ગંભીર તબીબી આપત્તિઓ સમયે મદદરૂપ બનવા માટે ઉભું કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ ફંડના પત્ર રજૂ કરતા આ પહેલની પ્રશંસા કરી અને ફંડના ટકાઉપણા ઉપર ભાર મૂકયો હતો. તેમણે કહ્યું હતું કે, આ રૂ.૧ કરોડની મૂળ રકમમાંથી મળતી વ્યાજની આવક પત્રકારો માટે કલ્યાણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉપયોગી બનશે.
ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ નિર્ણય કપૂરે પણ આ વિચારધારાને સમર્થન આપ્યું હતું અને આ ફંડ પત્રકારો અથવા તેમના પરિવારજનોએ અનુભવેલી તાત્કાલિક તબીબી આપત્તિઓનો સામનો કરવામાં ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું. આ ફંડ પત્રકારો માટે તાત્કાલિક મદદનોસ્ત્રોત હશે, એમ પણ નિર્ણય કપૂરએ કહ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાતના મીડિયા જગતના અગ્રણી સભ્યો, સીનિયર વાઇસપ્રેસિડેન્ટ દિક્ષીત સોની અને ગુજરાત મીડિયા ક્લબના અન્ય મહત્વપૂર્ણ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
આ કલ્યાણ ફંડ પત્રકારોના સુખાકારી માટે રાજ્યમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે, જે ગુજરાત મીડિયા ક્લબની મીડિયાકર્મીઓને સહાયતા પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
