News of Friday, 18th October 2024
આસારામ સાથે 4 કલાકની મુલાકાત માટે નારાયણ સાંઈને હાઈકોર્ટે મંજૂરી આપી
જેલમાં પિતા – પુત્રની મુલાકાત દરમિયાન અન્ય કોઈને હાજર ન રાખવા પણ હુકમ; નારાયણ સાંઈને સુરત જેલથી હવાઈ માર્ગે જોધપુર લઈ જવાશે.

સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને, પિતા આસારામ સાથે મુલાકાત કરવા માટે હાઈકોર્ટમાંથી જામીન મળ્યાં છે. જોધપુર જેલમાં આસારામ સાથે 4 કલાકની મુલાકાત માટે હાઈકોર્ટે મંજૂરી આપી છે. જેલમાં પિતા – પુત્રની મુલાકાત દરમિયાન અન્ય કોઈને હાજર ન રાખવા પણ હુકમ કરવામાં આવ્યો છે. માતા અને બહેનને મળવાની મંજૂરી નથી આપી.
નારાયણ સાંઈને સુરત જેલથી હવાઈ માર્ગે જોધપુર લઈ જવાશે. 1 ACP, 1 P.I , 2 હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલના જાપ્તા સાથે નારાયણ સાંઈને જોધપુર જેલ લઈ જવાશે. નારાયણ સાંઈને અવર જવરના ખર્ચ પેટે 5 લાખની રકમ સચિન પોલીસ મથકે જમાં કરાવવા કોર્ટે હુકમ કર્યો છે. સચિન પોલીસ મથકે ડિપોઝિટ જમાં કરાવ્યા બાદ અવર જવરના સમય અંગે સરકાર નિર્ણય લેશે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
