<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

દિવાળીના તહેવારોને ધ્યાને લઈને ગુજરાત એસ.ટી દ્વારા 8340 બસની એક્સ્ટ્રા ટ્રીપ દોડાવશે

રાજ્યના અંદાજે 3.75 લાખ જેટલા મુસાફરોને લાભ મળશે

અમદાવાદ :  દિવાળીના પર્વને ધ્યાને લઈને ગુજરાત એસ.ટી દ્વારા 8340 બસની એક્સ્ટ્રા ટ્રીપ દોડાવશે. રાજ્યના અંદાજે 3.75 લાખ જેટલા મુસાફરોને લાભ મળશે.

   એસ.ટી નિગમ દૈનિક 8000 થી વધુ બસો થકી 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને સેવા આપે છે. સપ્ટેમ્બર મહિના કરતા ઓક્ટોબર મહિનામાં તહેવારોના પરિણામે દૈનિક એડવાન્સ બુકિંગમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે ટોલ ફ્રી નં. 1800-233-666666 જાહેર કરાયો છે. .


 

(6:50 PM IST)