News of Friday, 18th October 2024
ડભોઈ GIDC માં યુવકે યુવતીને દંડાથી મોતને ઘાટ ઉતારી
દાહોદનો યુવક તેના જ ગામની જ પરીણિતાને લાવી બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા:બંને વચ્ચે કોઈક કારણોસર ઝઘડો થતા યુવકે યુવતીની દંડો ફટકારીને હત્યા કરી

વડોદરાના ડભોઈ GIDC માં યુવકે યુવતીને દંડાથી મોતને ઘાટ ઉતારી છે.જાણવા મળ્યા મુજબ દાહોદનો યુવક તેના જ ગામની જ પરીણિતાને લાવી બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. બંને વચ્ચે કોઈક કારણોસર ઝઘડો થતા યુવકે યુવતીની દંડો ફટકારીને હત્યા કરી નાખી.
વધુમાં જાણવા મળ્યા મુજબ યુવતી ઘરમાં જમવાનું બનાવતી હતી તે સમયે યુવકે યુવતી પર હુમલો કર્યો હતો. સારવાર માટે યુવતીને ખસેડતા ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. ઘટના બાદ ફરાર યુવકને ડભોઈ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
