News of Friday, 18th October 2024
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં અસામાજીક તત્વોનો આતંક : તલવારો અને પાઇપોથી દુકાનો-વાહનોમાં તોડફોડ કરી
અસામાજિક તત્વોને એક પરિવારે ઠપકો આપતા તેમની પર હુમલો કર્યો

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. ખુલ્લી તલવારો અને પાઇપોથી તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો. દુકાન અને વાહનોમાં તોડફોડ કરીને દહેશત ફેલવી હતી. અમદાવાદમાં અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસ કે કાયદાનો ડર. અસામાજિક તત્વોને એક પરિવારે ઠપકો આપતા તેમની પર હુમલો કર્યો હતો. પોલીસ ફરિયાદ બાદ પણ અસામાજિક તત્વો હત્યાની ધમકી આપી રહ્યા છે. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
