News of Friday, 18th October 2024
મદદનીશ નોંધણી નિરીક્ષક પી.એલ. રાઠોડને તાત્કાલિક અસરથી પ્રિમેચ્યોર નિવૃત કરવા રાજ્ય સરકારનો નિર્ણય
પી.એલ.રાઠોડ સામેની ખાતાકીય તપાસ તેમજ જ્યૂડીશ્યલ અને ક્રિમીનલ પ્રોસિડીંગ્સ તેમની આ અપરિપક્વ નિવૃતી બાદ પણ યથાવત રખાશે

ગાંધીનગર : રાજ્ય સરકારે પી. એલ. રાઠોડ આસીસ્ટન્ટ ઈન્સપેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન ક્લાસ-૨ (મદદનીશ નોંધણી સર નિરીક્ષક વર્ગ-૨) ને તાત્કાલિક અસરથી અપરિપક્વ નિવૃત્ત-પ્રિમેચ્યોર રિટાયર કરવાનો નિર્ણય કર્યો છે.
રાઠોડ હાલ ફરજ મોકૂફી હેઠળ છે અને તેમનું વડુ મથક નોંધણી નિરીક્ષક કચેરી બોટાદ છે.
રાજ્ય સરકારે પી.એલ.રાઠોડ સામેની ખાતાકીય તપાસ તેમજ જ્યૂડીશ્યલ અને ક્રિમીનલ પ્રોસિડીંગ્સ તેમની આ અપરિપક્વ નિવૃતી બાદ પણ યથાવત રાખવાનું નિયમાનુસાર નિર્ધારીત કર્યુ છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
