<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

સુરત ચલથાણ ત્રણ રસ્તા પાસેથી બોલેરો પીકઅપમાંથી દારૂનો જથ્થો ઝડપી લેવાયો

પોલીસે બોલેરો પીકઅપ ગાડી તેમજ દારૂનો જત્થો મળી કુલ 9.75 લાખનો મુદામાલ જપ્ત કર્યો

સુરત જિલ્લામાં પોલીસે ચલથાણ ત્રણ રસ્તા પાસેથી બોલેરો પીકઅપમાંથી દારૂનો જત્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બોલેરો પીકઅપ ગાડી તેમજ દારૂનો જત્થો મળી કુલ 9.75 લાખનો મુદામાલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસની ટીમે ચલથાણ ત્રણ રસ્તા પાસેથી બોલેરો પીકઅપ ગાડી અટકાવી તપાસ હાથ ધરી હતી જેમાંભારતીય બનાવટનો વિદેશી દારૂનો જત્થો મળી આવ્યો હતો. પોલીસે 2,70,120 રૂપિયાનો દારૂનો જત્થો, 7 લાખની બોલેરો પીકઅપ ગાડી, એક મોબાઈલ મળી કુલ 9,75,120 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આ ઘટનામાં પોલીસે ચાલક શિવરામ લકડીયા ઠાકુર [ઉ.૩૦]ની ધરપકડ કરી હતી જયારે બોલેરો પીકઅપમાં દારૂનો જત્થો ભરાવનાર ધીરજ પાટીલને વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

(8:10 PM IST)