News of Friday, 18th October 2024
માતાજીના ગરબામાંથી 2100 જેટલા પક્ષીઓના માળા બનાવી નિશુલ્ક વિતરણ કરતા નીરજ પટેલ
વર્ષોથી વિવિધ સેવાની કામગીરી કરનાર યુવાન છેલ્લા 5 વર્ષમાં 10 હજાર જેટલા માળા બનાવી વિતરણ કર્યા છે..

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો વ્યવસાય કરતા નીરજ પટેલ અનેક રીતે સેવાકીય કાર્ય કરતા રહે છે. ઉતરાયણ માં લોકોને બાઈક પર ગાર્ડ લગાડી આપ્યું ,ત્યારે કોઈ વાર મહેંદી હરીફાઈ, પ્લાસ્ટિક એકત્રીકરણ કરી જેનો નિકાલ કરે આવા અવનવા પ્રયોગો કરતા રહે છે. ત્યારે છેલ્લાં પાંચ વર્ષથી માતાજીના ગરબાને પક્ષી ઘર બનાવે છે. અને મફત વિતરણ કરે છે. એવા અત્યાર સુધી 10 હજાર માળા બનાવી લોકોમાં વિતરણ કરી ચૂક્યા છે. આ વર્ષે 2100 જેટલા ગરબા લાવી જાતે કાપી અને તાર લગાવી માળા બનાવી લોકોને આપ્યા અને ઘરે ખેતરોમાં ઝાડ પર ઊંચે લગાડવા માં આવે જેથી પક્ષીઓ આસરો મેળવે, આમ અત્યાર સુધીમાં 10 હજાર થી વધુ માળા વિતરણ કરી દીધા છે.
આ બાબતે નીરજ પટેલે જણાવ્યું હતું કે નવરાત્રી મેળા બાદ બધા માઈ ભક્તો માતાજીના સણગારેલા ગરબા મંદિરે છોડી જતા મંદિરનાં સંચાલકો દ્વારા માતાજીના આં હજારો ગરબા પધરાવવા પડતાં હોય ત્યારે આં બાબતનું મને ધ્યાન જતાં હું છેલ્લા પાંચ વર્ષથી આં ગરબાને ટેમ્પો ભરી દુકાને લાવું હું અને મારા સ્ટાફ મિત્રો દ્વારા કટરથી કાપુ અને માળો બનાવી લોકોને નિશુલ્ક આપુ જેથી પક્ષીઓ ને ઘર મળે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
