<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

નર્મદા : દસ દિવસ પહેલા થયેલા અકસ્માત બાદ તકલીફ સહન નહિ થતા આધેડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કાકડવા ગામના આધેડ વ્યક્તિએ પોતાના ઘરમાં જ ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો
   મળતી માહિતી અનુસાર વિનેશભાઇ દશરથભાઈ વસાવા (રહે.કાકડવા હવેલી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા )નાઓ એ આમલેથા પોલીસમાં ફરિયાદ કર્યા મુજબ તેમના પિતા
દશરથભાઈ નારભાઇ વસાવા (ઉ.વ.આ.૭૦ )( રહે કાકડવા હવેલી ફળીયુ) નાઓનું ગઇ તા.૦૭/૧૦/૨૦૨૪ નાં રોજ કાકડવા ગામનાં ફાટક પાસે એક્સીડન્ટ થયેલ તેમાં તેઓને થાપાનાં ભાગે ફેકચર થયેલ હતુ અને તેમને ઉભુ થવામાં તકલીફ થતી હોય તેઓ માનસિક રીતે પીડતા હતા અને ગાંડા જેવુ વર્તન કરતા હતા ત્યારબાદ તેઓ તા.૧૬/૧૦/૨૦૨૪ નાં રોજ સાંજનાં આશરે સમયે પોતાનાં ઘરની અડાળીની વળી સાથે પોતાની જાતે દોરી વડે ગળે ફાંસો ખાય લેતા મોત નીપજ્યું હતું. આમલેથા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  દસ દિવસ પહેલા બનેલી અકસ્માત ની ઘટના માં એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી નં.GJ-05 જેના પુરા નંબરની ખબર નથી તેના ચાલકે ગાડી પુરઝડપે હંકારી લાવી દશરથભાઇ નારભાઇ વસાવા કે જેઓ સાયકલ પર રોડ પસાર કરતા હતા તે વખતે એક્સીડેન્ટ કરી શરીરે નાની મોટી ઇજાઓ કરી થાપાના ભાગે ફ્રેક્ચર કરી પોતાની ફોરવ્હીલ ગાડી લઇ નાશી જઇ ગુનો કર્યો હતો ત્યારથી દશરથભાઇ પીડિત હતા અને આખરે કંટાળી આ પગલું ભર્યું.

(10:41 PM IST)