<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th October 2024

તિલકવાડા તાલુકામાં પરપ્રાંતીય મજૂરો લાવી પોલીસને જાણ નહિ કરતા ત્રણ સામે SOG એ ગુના દાખલ કર્યા

હોટલ અને સોસાયટીના બાંધકામ માટે રાજ્ય બહારના કામદારો લાવનાર ત્રણ કોન્ટ્રાકટર સામે ગુના નોંધાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં કાયદાનું પાલન નહિ કરતા કેટલાક વ્યક્તિઓ સામે વારંવાર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, નર્મદાની ટીમ દ્વારા કાયદેસર પગલાં લેવામાં આવે છે અને હાલમાં પણ તિલકવાડા તાલુકામાં બાંધકામ દરમિયાન બીજા રાજ્ય માથી મજૂરો લાવી પોલીસમાં જાણ નહિ કરતા ત્રણ કોન્ટ્રાકટર સામે એસ.ઓ.જી.ટીમે ગુના દાખલ કર્યા છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એસ. સીરસાઠના માર્ગદર્શન હેઠળ અને પીએસઆઈ એચ.કે.પટેલની સૂચના મુજબ
એ.એસ.આઇ. દુર્વેશભાઇ ચંપકભાઇ બ.ન.૭૫૮ તેમજ ચંદનભાઇ સંપતભાઇ બ.ન.૭૭૬, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ નાઓએ આપેલ ફરિયાદ અનુસાર શબ્બીરભાઇ રહિમભાઇ કડીવાલા (રહે. સુરવા તા. તિલકવાડા જી.નર્મદા) ગામ પાસે નવીન હોટલના બાંધકામ માટે જીલ્લા બહારના મજુરોને કામે રાખી, પોલીસને જાણ નહિ કરી ગુનો કરતા કાયદેસર કાર્યવાહી કરી છે
જ્યારે બીજા ગુનામાં ડાભેડ ગામમાં બની રહેલ નવીન જોય વિલા સોસાયટીના બાંધકામ ઉપર પણ પરપ્રાંતીય મજૂરો રાખી પોલીસ માં જાણ નહિ કરનાર વિકીસીંધ પારસાસિંઘ (રહે.સિધ્ધેશ્વર રેસિડેંસી મોતલી અંકલેશ્વર, જી.ભરુચ) તથા કૃતીકકુમાર દિનેશભાઇ પટેલ( રહે. ધાનપોર તા.નાંદોદ જી.નર્મદા )નાઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે આમ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ની ટીમે કુલ ત્રણ વિરૂદ્ધ ગુના દાખલ કર્યા છે

(10:41 PM IST)