News of Friday, 18th October 2024
ગુમ થનાર માનસીક રોગથી પીડીત બહેનનું પરીવાર સાથે મીલન કરાવી સેવાકીય કાર્ય કરતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક નર્મદા નાઓએ ખોવાયેલ/ ગુમ થયેલ સ્ત્રી/પુરૂષ/બાળકોને શોધી કાઢી પરિવારના સભ્યોને પરત સોંપવાની પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના મુજબ પી.જે.પંડયા, સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ડેડીયાપાડા નાઓના માર્ગદર્શન હેઠળ સી.ડી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર સાગબારા પો.સ્ટે. નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે સાગબારા ટાઉનમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન સાગબારા ચાર રસ્તા પાસે એક અજાણી સ્ત્રી એકલા અટુલા ફરતા હોય અને તેમની માનસિક સ્થિતી સારી નહી જણાતા તેઓની પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી શાંતિથી બેસાડી સાગબારા પોલીસ સ્ટેશન મહીલા 'સી' ટીમ ધ્વારા કાઉન્સીલીંગ કરાવતા પોતાના સગા સબંધીના સંપર્ક બાબતે પુછતા એક મોબાઇલ નંબર લખી આપેલ જે નંબર ઉપર ફોન કરી સંપર્ક કરતા ફોન ધારકે પોતાનુ નામ મહમદશફી મહમદરૈયાજ શેખ રહે.આણંદ પાણીની ટાંકી પાસે તા.આણંદ,જીલ્લો આણંદ નો હોવાનુ જણાવેલ જેથી તેઓને આ અજાણી સ્ત્રી બાબતે પુછપરછ કરતા પોતાની પત્ની હીનાબેન મહમદશફી મહમદરૈયાજ શેખ તેઓ આઠેક વર્ષથી માનસીક બીમારીથી પીડાતા હોય અને તેઓ તા.૧૦/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રીના આણંદ ખાતેથી પોતાના ઘરેથી કોઇને કઇ કહયા વગર નીકળી ગયેલ હોવાનુ જણાવતા, તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેની પત્ની હીનાબેન તેઓને સોંપી માનસિક બીમારીના કારણે ઘરેથી નીકળી ગયેલ મહીલાને તેના પતિ સાથે મિલાપ કરાવેલ છે
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
