તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th October 2024
દિવાળી તહેવાર પહેલા તકનો લાભ લેતા એસટી વિભાગે ભાડા વધાર્યા : એસટીના ભાડામાં 1.25નો વધારો કરાયો
રોજ બરોજ એસટીની મુસાફરી કરે છે. તે લોકોમાં હવે જે ભાડુ આપતા હશે. તેથી વધારે આપવુ પડશે. એસટી વિભાગ દ્વારા આ નિર્ણયથી મુસાફરોને રોષ

અમદાવાદ: નાગરિકો દ્વારા એસટીમાં મુસાફરી કરતા પ્રવાસીઓ મહત્ત્વના સમાચાર છે. દિવાળીના નજીક હોવાથી એસટી વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારના નજીક આવતાની સાથે જ એસટીના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા તહેવારનો નજીક આવતાની સાથે એસટી વિભાગ દ્વારા બસોની સંખ્યા વધારવામાં આવે છે. તેની સાથે દિવાળીના તહેવારો નજીક આવતા એસટી વિભાગ દ્વારા બસોની સંખ્યા બમણી કરવામાં આવી હતી. જેથી પ્રવાસીઓ તહેવારોમાં વધારે મુસાફરી કરી શકે અને તેમને તકલીફ ના પડે તેવી જ રીતે એસટી વિભાગ દ્વારા આજે એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. એસટીના ભાડામાં 1.25 ગણુ ભાડુ વધારવામાં આવ્યુ છે. જેથી એસટી વિભાગની તિજોરીમાં વધારો થશે.
જ્યારે સામાન્ય માણસની વાત કરીયે તો તે વ્યક્તિ રોજ બરોજ એસટીની મુસાફરી કરે છે. તે લોકોમાં હવે જે ભાડુ આપતા હશે. તેથી વધારે આપવુ પડશે. એસટી વિભાગ દ્વારા આ નિર્ણયથી મુસાફરોને રોષ જોવા મળી રહ્યો છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
