News of Saturday, 19th October 2024
એક હજાર એન્ટ્રી ફી..અને વિદેશી યુવતી સાથે શારીરિક સંબંધ માટે ૩થી ૪ હજાર લેવાતા હતા
સીપી નરસિંહમાં કોમારની સૂચનાનાં પગલે એડી.સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિંહ રાઠોડનાં માર્ગદર્શનમાં પીઆઇ ડો. ભાવના પટેલ ટીમને મોટી સફળતા : થાઇલેન્ડ (પટાયા) ખાસ ઉદ્દેશથી જતા ચોક્કસ લોકોની મોટી સંખ્યાના સર્વે પછી થાયલેન્ડથી વડોદરા યુવતીઓ લાવી સ્પાંની આડમાં ચાલતા દેહ સંબધ ધંધાનું નેટવર્ક ખૂલ્યું

રાજકોટ,તા.૧૯ : મસાજ સહિતની પ્રવળત્તિઓ માટે જાણીતા થાઇલેન્ડ (પટાયા) જવાના ક્રેઝને ધ્યાને રાખી થાયલેન્ડ ની યુવતીઓને ગુજરાત લાવી સ્પાંની આડમાં દેહ વ્યાપાર શરૂ થયાની બાબતો પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર સુધી પહોંચતા ભૂતકાળમાં આવી કામગીરી ખૂબ કુનેહથી કરી ચૂકેલા વડોદરા એ.એચ.ટી. યુ.નાં પીઆઇ ડો.ભાવના પટેલ ટીમને સુ-ત કરવાનો નિર્ણય કર્યો જે સફળ રહ્યો.
આ સમગ્ર રેકેટ ખૂબ મહત્વનું હોવાથી ટીમને અધિક પોલીસ કમિશનર ડો. લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિહ રાઠોડ દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવેલ.
Davinci saloon and spa નામનો સ્પા જી-૨, અમીઝારા એપાર્ટમેંટ, ગીતાંજલી સોસાયટી, ચીકુવાડી, જેતલપુર રોડ, વડોદરા ખાતે આવેલ છે. અને તેનો માલીક પોતાના આર્થિક ફાયદા સારૂ રાજ્ય બહારની તેમજ વિદેશી જરૂરીયાતમંદ યુવતીઓને બોલાવી સ્પાની આડમાં ગેરકાયદેસર છોકરીઓ પાસે દેહવેપારનો ધંધો કરાવે છે અને તેમાં ગ્રાહકો પાસે એન્ટ્રી પેટે રૂપિયા ૧૦૦૦/- થી ૧૫૦૦/- જેટલા રૂપિયા લઈ ત્યારબાદ ઇચ્છુક યુવકો/પુરૂષો સાથે યુવતી દીઢ રૂપિયા ૩૦૦૦/- થી ૪૦૦૦/- નો ભાવ લઇ સ્પામા દેહ વ્યપારનો ધંધો કરે છે . જેથી ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા ઉપરોક્ત હકીકતને સમર્થન મળેલ હોય જેથી સ્થળ પરથી બે વિદેશી (થાઇલેંડની) યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવેલ અને આરોપી તરીકે સ્પા મેનેજર દેવેન્દ્રભાઈ ભીખાભાઈ અને જયદીપભાઈ ભાસ્કરભાઈ સામે વિવિધ કલમો અંતર્ગત કાર્યવાહી કરેલ છે.

(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
