<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

ગુજરાતમાં ભાજપના ૧.૮ કરોડ સભ્‍યો નોંધાયાઃ જયેશ રાદડિયા અને ભાનુબેન રાજયમાં પ્રથમ

તા. ૩૧ સુધી પ્રાથમિક અને સક્રીય સભ્‍ય નોંધણીઃ નવેમ્‍બરમાં બુથ સમિતિઓ રચાશે ટોપ ટેન સાંસદોમાં સૌરાષ્‍ટ્રના મનસુખ માંડવિયા, પુનમબેન, રામભાઇ અને કેસરીસિંહ

રાજકોટ તા. ૧૯ :.. ભાજપના રાજયવ્‍યાપી કાર્યક્રમ મુજબ ગુજરાતમાં તા. ર સપ્‍ટેમ્‍બરથી સદસ્‍યતા અભિયાન ચાલી રહ્યું છે. પ્રાથમિક સભ્‍ય નોંધણીની મુદત તા. ૩૧ મી સુધી લંબાવવામાં આવી છે. ત્‍યાં સુધી સક્રિય સભ્‍ય નોંધણી પણ ચાલુ રહેશે. ગઇકાલે સાંજ સુધીમાં ભાજપના એક કરોડ આઠ લાખ સભ્‍યો નોંધાયાનું સત્તાવાર વર્તુળો જણાવે છે.

સમગ્ર રાજયની વિધાનસભાઓમાં સૌથી વધુ ૧.પ૦ લાખ જેટલા પ્રાથમિક સભ્‍યો રાજકોટ ગ્રામય મતક્ષેત્રમાં નોંધાયા છે. ત્‍યાંથી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ચૂંટાયા છે. ધારાસભ્‍ય તરીકે વ્‍યકિતગત રીતે સૌથી વધુ પ૬  હજાર જેટલા સભ્‍યો જયેશ રાદડિયાએ નોંધ્‍યા છે. તેના મતક્ષેત્રમાં ૧૭ લાખ સભ્‍યો નોંધાયા છે.

સદસ્‍યતા અભિયાનના રાજયના ભાજપના ટોપ ટેન સાંસદો નીચે મુજબ છે.

(૧) શ્રી મનસુખભાઇ માંડવિયા -પોરબંદર

(ર) શ્રીમતી પુનમબેન માડમ-જામનગર

(૩) શ્રી સી. આર. પાટીલ -નવસારી

(૪) શ્રી નરહરિભાઇ અમીન-રાજયસભા

(પ) શ્રી જશવંતસિંહ ભાભોર-દાહોદ

(૬) શ્રી ધવલભાઇ પટેલ-વલસાડ

(૭) શ્રીમતી શોભાનાબેન બારૈયા-સાબરકાંઠા

(૮) શ્રી જશવંતસિંહ પરમાર-રાજયસભા

(૯) શ્રી રામભાઇ મોકરીયા-રાજયસભા

(૧૦) શ્રી કેસરીદેવસિંહ ઝાલા-રાજયસભા

(3:42 PM IST)