<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

મોડીરાત્રે અમદાવાદના વાડજમાં અસમાજિક તત્વોનો આતંક : એક ડઝનથી વધુ કારના કાચ તોડી તોડફોડ: જુઓ વિડિઓ

સીસીટીવી કેમેરા ચેક કરતા પોલીસ દ્વારા બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી

અમદાવાદમાં વાડજ વિસ્તારમાં કાલે મોડી રાત્રે અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. અને 12થી વધુ ગાડીઓને નુકશાન પહોચાડ્યુ હતુ. અને અસામાજિક તત્વો દ્વારા લોકોમાં ભયનો માહોલ છે. અસામાજિક તત્ત્વો બાઈક પર આવ્યા હતા. અને સમગ્ર વિસ્તાર માથે લીધુ હતુ. તેવામાં ત્યાના સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસ દ્વારા બે વ્યક્તિને ધરપકડ પણ કરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા જ અમરાઈવાડી વિસ્તારમાં કેટલાક લુખ્ખા તત્ત્વો તલવાર લઈને તોડફોડ કરી હતી. અને કાયદો પોતાના હાથમાં લીધો હતો. તેવામાં કાલે મોડી રાત્રે વાડજ વિસ્તારમાં આવેલા રામકોલોની પાસે કેટલાક અસામાજિક તત્વો ધુસી આવ્યા હતા. અને સમગ્ર વિસ્તારમાં તોડફોડ કરી હતી. આશરે 12 જેટલી કારના કાચ તોડી પાડ્યા હતા. જેમ કે તેમને કાયદાનો કે કોઈ ભયના હોય તે રીતે તોડફોડ કરી હતી.  વાહનોને નુકશાન કરી ત્યાથી ફરાર થઈ ગયા હતા.
જ્યારે આ અસમાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી ત્યારે ત્યાના સ્થાનિક વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને  પોતાની કાર્યવાહી હાથ ધરી હતી. અને ત્યાના સીસીટીવી કેમેરા ચેક કરતા પોલીસ દ્વારા બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે ખબર પડી કે પહેલાની અદાવત ધ્યાનમાં રાખીને આ તોડફોડ કરવામાં આવી હતી.

(1:34 PM IST)