News of Saturday, 19th October 2024
ભાજપના પ્રદેશ ચૂંટણી અધિકારી તરીકે ધારાસભ્ય ઉદય કાનગડ
સહચૂંટણી અધિકારી તરીકે કિશાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેષ પટેલ તથા રાજકોટ ગ્રામ્યના પ્રભારી ધવલ દવેની નિયુકતી

રાજકોટ, તા. ૧૯ : ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી દ્વારા ગુજરાત પ્રદેશ ચૂંટણી અધિકારી તરીકે ઉદય કાનગડ તથા સહચૂંટણી અધિકારી તરીકે ધવલ દવે, હિતેષ પટેલની નિમણુંક કરવામાં આવી છે. ભાજપ દ્વારા દર ત્રણ વર્ષ નવેમ્બર થી ડિસેમ્બર માસમાં સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં રાષ્ટ્રીય, પ્રદેશ, જીલ્લા તથા મહાનગરોના હોદ્દેદારોની નિમણુંકો થતી હોય છે. ત્યારે રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડો. કે. લક્ષ્મણજીએ સંગઠન પર્વ માટે ગુજરાત પ્રદેશ ચૂંટણી અધિકારી તરીકે રાજકોટ પૂર્વના ધારાસભ્ય શ્રી ઉદય કાનગડ સહ ચૂંટણી અધિકારી તરીકે રાજકોટ ગ્રામ્ય પ્રભારી ધવલ દવે તથા પ્રદેશ કિશાન મોરચાના પ્રમુખ હિતેષ પટેલની નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક થતા સમગ્ર ગુજરાતમાં ત્રણેય આગેવાનોને અભિનંદન વર્ષા થઇ રહી છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
