તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th October 2024
તાપીના સોનગઢ અને નવસારીના વાંસદામાં અઢી ઇંચ વરસાદ
છેલ્લા ૨૪ કલાકમાં ૪૬ તાલુકામાં વરસાદ પડયો : ૩ તાલુકામાં ૨ ઇંચથી વધુ : ૧૩ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસ્યો

અમદાવાદ, તા.૧૯: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬ તાલુકામાં મેઘમહેર થઈ છે. એમાં પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. તાપી, નવસારી, ડાંગ, દક્ષિણ ગુજરાત અને વલસાડમાં ભારે વરસાદ વરસ્યો છે. તાપીના સોનગઢમાં ૨.૫૫ ઈંચ અને નવસારીના વાંસદામાં ૨.૪ ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે જાણો કયાં તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૪૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ૩ તાલુકામાં ૨ ઈંચ કરતા વધુ જ્યારે ૧૩ તાલુકામાં ૧ ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.
આજની હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
