News of Saturday, 19th October 2024
સ્વામિનારાયણ સંપ્રદાય સેવાની ભાવનાથી કાર્યરત
રાજકોટ ગુરૂકુળની ગણદેવી નવસારી શાખામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સી.આર.પાટીલનું ઉદ્દબોધન રાજકોટ ગુરૂકુલની ગણદેવી નવસારી શાખામાં ગૌધામ અને પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે તેમજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ તેમજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સહિતના સંતો અને હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી,તા.૧૯: સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા શ્રી ઘનશ્યામ ગોપાલન, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ગણદેવી, નવસારી ખાતે નવનિર્મિત સાંસ્કળતિક ગૌધામ તેમજ મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે નવસારી સાંસદ અને ભારત સરકારના કેન્દ્રિય જળમંત્રીશ્રી સી.આર.પાટીલે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંસ્થાનમાં સ્વચ્છતા, શિક્ષણ અને શિસ્તની પ્રતિતિ થાય છે. ફક્ત સેવાની ભાવના સાથે સ્વામિનારાયણ સંપ્રદાય કાર્યરત છે. શિક્ષણ સાથે સંસ્કારનું સમન્વય પોતાના બાળકોમાં મળશે તેવી ભાવનાથી માતા પિતા આ સંસ્થામાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મોકલે છે. જેના માટે સ્વામિનારાયણ સંસ્થા અભિનંદનને પાત્ર છે. આ પ્રસંગે વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજીમહારાજે જણાવ્યું હતું કે,
ગુરૂકુળ અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જળ સંચયના અભિયાનમાં જોડાઇશું એમ મતે ૨૧ વર્ષમાં અમને ૮૫૦ ઉપરાંત મુમુક્ષુઓને સંત દીક્ષા આપવાનું સદભાગ્ય મળ્યું છે તેમાં ૨૦૦ ઉપરાંત જૂનાગઢ દેશના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના શ્રી દેવકળષ્ણદાસ સ્વામીના ‘શિષ્યોને દીક્ષા આપી છે. સદૈવ નવિનતમ આયોજન આપી રહેલા ધર્મવલ્લભદાસ સ્વામીના માર્ગદર્શન અનુસારે વડતાલ શ્રીલક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં સાંસ્કળતિક પ્રદર્શનનું નિર્માણ કરી રહ્યા છે.
વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામીએ વડતાલના ઉત્સવનું ‘નિમંત્રણ પાઠવેલ હતું. ગૌધામના નિર્માતા શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના કાર્યો, ગાયોની સેવા, અને સાંસ્કળતિક પ્રદર્શનની જાણકારી આપી હતી.
શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર અહીં ૬૦ વર્ષથી ગૌ સેવા, ૨૫ વર્ષથી આદિવાસી ઉત્કર્ષ તેમજ ૧૬ વર્ષથી ધર્મજીવન સંત પાઠશાળા ચાલે છે. ૧૬૦ ઉપરાંત સંતો સંસ્કળત, સંગીત, કથા પ્રવચનો સાથે સંત જીવનના ધર્મોને શીખી સેવારત બન્યા છે. અહીં શ્રી ઘનશ્યામ ગોપાલન નવસારીની પુણ્ય ભૂમિમાં ૨૦૦ ઉપરાંત ગીર ગાયોના નિવાસ છે. ૨૪ વીધામાં ભારતીય સંસ્કળતિ તેમજ માનવ જીવનને ઉજાગર કરતું ભવ્યાતિ ભવ્ય સાંસ્કળતિક ગૌધામ તેમજ પંચ શિખરયુક્ત ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે.
વિભૂષિત ગુરુવર્ય શ્રી દેવકળષ્ણદાસજી સ્વામી તથા મહંતસ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી દાતાઓ વગેરેને શુભાશીર્વાદ પાઠવેલ.
આ પ્રસંગે ગૌધામના મુખ્ય દાતા શ્રીહરિ ગળપના ચેરમેન અને રાજકોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી રાકેશભાઈ દુધાત , શ્રી મહેશભાઈ ધામેલીયા, દયાળભાઈ તથા તુલસી ભાઈ ગોટી, ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઇ, મેયરશ્રી, જિલ્લા તાલુકાના વિવિધ પદાધિકારીશ્રીઓ, રાજકોટમાં કન્યા ગુરુકુલના ભૂમિદાતા વસંતભાઈ લીંબાસીયા, મગનભાઈ ભોરણીયા- મોરબી, જસદણથી શ્રીહરી નમકીનના ચેરમેન શ્રી ‘વિપુલ ભાઈ સુલીયા, મુંબઈથી મેઘજીભાઈ બંગારી, રમેશભાઈ લખાણી, ધનજીભાઈ બેરા, મનજી ભાઈ ગજોરા, રૂપસી ભાઈ બારસાણીયા વગેરે હરિભકતો તથા રાજકોટ જૂનાગઢ, અમદાવાદ, સુરત, મુંબઇ, જસદણ, પારડી, નીલકંઠ ધામ પોઈચા, વડોદરા, વગેરે ગુરૂકુલોથી પૂજ્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
