<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

25 દિવસમાં શારીરિક પરીક્ષા પૂર્ણ કરાશે , 15 થી 17 લોકેશન પર શારીરિક પરીક્ષા લેવાશે , પહેલા પીએસઆઈ ભરતીની શારીરિક પરીક્ષા પૂર્ણ થશે એ પછી લોકરક્ષકની ભરતી માટે શારીરિક પરીક્ષા લેવાશે : પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીને લઈને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની જાહેરાત

હું પોલીસ પાસે રહેલા ગ્રાઉન્ડ સંદર્ભે લેટર લખીશ. સંસ્થાઓ પાસે રહેલા મેદાન ઉમેદવારોની તૈયારી માટે ઉપલબ્ધ કરાવવા વિનંતી કરાશે

ગાંધીનગર તા.૧૯ :ગુજરાત પોલીસમાં જોડવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબરી સામે આવી છે. પોલીસમાં ભરતી અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોલીસ ભરતી કેલેન્ડર અને ચાલુ ભરતી બાબતે વિગતો આપી છે.

હાલમાં લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની પ્રક્રિયા ચાલુ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પોલીસ ભરતી કેલેન્ડર અને ચાલુ ભરતી બાબતે વિગતો આપી છે. હસમુખ પટેલે માહિતી આપતાં જણાવ્યું કે 25 નવેમ્બર આસપાસ શારીરિક પરીક્ષા લેવાની કામગીરી ચાલુ છે. 25 દિવસમાં શારીરિક પરીક્ષા પૂર્ણ કરાશે. 15 થી 17 લોકેશન પર શારીરિક પરીક્ષા લેવાશે. પહેલા પીએસઆઈ ભરતીની શારીરિક પરીક્ષા પૂર્ણ થશે. એ પછી લોકરક્ષકની ભરતી માટે શારીરિક પરીક્ષા લેવાશે. PSIની શારીરિક પરીક્ષા બાદ લેખિત પરીક્ષા શરૂ કરવામાં આવશે. PSIની સંભવિત લેખિત પરીક્ષા ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં લેવાનું આયોજન છે. પીએસઆઈ ભરતીમાં પ્રથમ ઓબ્જેક્ટિવ પરીક્ષા લેવાશે ત્યારબાદ વર્ણનાત્મક પરીક્ષા લેવાશે. જયારે લોકરક્ષકની લેખિત પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવાનું આયોજન છે.

હસમુખ પટેલે જણાવ્યું કે હું પોલીસ પાસે રહેલા ગ્રાઉન્ડ સંદર્ભે લેટર લખીશ. સંસ્થાઓ પાસે રહેલા મેદાન ઉમેદવારોની તૈયારી માટે ઉપલબ્ધ કરાવવા વિનંતી છે. સાથે જ તેમણે કહ્યું કે સ્નાતક અભ્યાસ કરતા ઉમેદવારો પણ શારીરિક અને લેખિત પરીક્ષા જરૂર આપે તેવી મારી વિનંતી છે. પરીક્ષા માટે માત્ર પીએસઆઈ 60 હજાર બંને ભરતીમાં હોય તેવા 4.40 લાખ ઉમેદવારોનો સમાવેશ થાય છે.

સાથે જ તેમણે જણાવ્યું કે ઉમેદવારો કોઈ પણ મુંઝવણ બાબતે હેલ્પલાઈન પર કોલ કરી શકશે અને વિગતો મેળવી શકશે. સાથે જ હસમુખ પટેલે કહ્યું કે ઉમેદવારોને ચેતવીએ છીએ કે ભરતીમાં પૈસા આપવાની ભૂલ ન કરે. પૈસા લેનાર સામે ગઈ ભરતીમાં પગલાં ભરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે પંચાયત વિભાગમાં બે દિવસ પહેલા અમે પોલીસને ફરિયાદ દાખલ કરી છે. ખોટી રીતે સહી કરી ઉમેદવારી મેળવનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પંચાયત ભરતી બોર્ડની સામે ગેરરીતિની જાણ થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને PSI ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી અને બીજા તબક્કામાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી.

(5:05 PM IST)