<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો :અમદાવાદમાં ધોધમાર વરસાદ : દક્ષિણ ગુજરાત માટે હજુ આગામી 2 દિવસ 'ભારે', સૌરાષ્ટ્ર પણ એલર્ટ

અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ તા.૧૯ :રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે.. હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.. અમદાવાદમાં ફરીએકવાર વરસાદ શરૂ થઇ ગયો છે.. બપોરે 3 વાગ્યે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.. જો કે અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ગરમીથી લોકોને રાહત મળી છે..

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી કરવામાંઆવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.. લોકલ કન્વક્શન એક્ટિવિટીના કારણે વરસાદની આગાહી કરાઇ છે.. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે..

અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે વરસાદની આગાહી છે. આજે નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે..

અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે..

(6:15 PM IST)