<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વનો આતંક: નરોડાના વ્રજ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં કાળોકેર વર્તાવ્યો

સોસાયટીના ગેટ પર લુખ્ખા તત્વોએ તોડફોડ પણ કરી:સમગ્ર હરકત સીસીટીવીમાં કેદ: છરી જેવા હથિયારો સાથે લુખ્ખા તત્વોએ સોસાયટીમાં આતંક મચાવ્યો

અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વનો આતંક સામે આવ્યો છે. નરોડાના વ્રજ ગેલેક્સી એપાર્ટમેન્ટને અસામાજિક તત્વોએ બાનમાં લીધું છે. અસામાજિક તત્વોએ સોસાયટીમાં રહીશો પર હુમલો કરીને રીતસરનો આતંક મચાવ્યો હતો. સોસાયટીના ગેટ પર લુખ્ખા તત્વોએ તોડફોડ પણ કરી. બેફામ બનેલા અસામાજિક તત્વોની આ હરકત સીસીટીવીમાં કેદ. છરી જેવા હથિયારો સાથે લુખ્ખા તત્વોએ સોસાયટીમાં કાળો કેર વરતાવ્યો હતો. રહીશો અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

(8:11 PM IST)