News of Saturday, 19th October 2024
વડોદરામાં સમી સાંજે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો
સયાજીગંજ, ગોરવા, અકોટા, કલાલી, વાઘોડિયા, ગેંડા સર્કલ, ઉંડેરા સહિતના વિસ્તારોમાં વરસાદ : નવાબજાર, મંગળબજાર, લહેરીપુરા, રાવપુરા સહીત બજારોમાં પાણી ભરાઈ જતા વેપારીઓની ચિતામાં વધારો

વડોદરા :હવામાન વિભાગની આગાહી પ્રમાણે વડોદરા શહેરમાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે. જેમાં સમી સાંજે અચાનક વતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. જે બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વિવિધ વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો.
શહેરના સયાજીગંજ, ગોરવા, અકોટા, કલાલી, વાઘોડિયા, ગેંડા સર્કલ, ઉંડેરા સહિતના વિસ્તારોમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેના કારણે શહેરીજનોને બફારા અને ઉકળાટમાં રાહત મળી હતી.
દિવાળીના પર્વને હવે આંગળીઓના વેઢે ગણી શકાય તેટલા ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સતત એક કલાક થી ધોધમાર વરસાદ પડતા શહેરના મુખ્ય બજારો નવાબજાર, મંગળબજાર, લહેરીપુરા, રાવપુરા સહીત બજારોમાં પાણી ભરાઈ જતા વેપારીઓની ચિતામાં વધારો થયો છે
બીજી તરફ દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સતત એક કલાક સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના મુખ્ય બજાર એવા નવા બજાર, મંગળબજાર, લહેરીપુરા, રાવપુરા સહિતના બજારોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓની ચિંતા વધી ગઈ છે. આ સિવાય સમી સાંજે અચાનક વરસાદના પગલે નોકરી-ધંધા પરથી ઘર તરફ જઈ રહેલા વાહનચાલકો અટવાયા હતા.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
