News of Saturday, 19th October 2024
બુલિયન માર્કેટ ટોચની સપાટીએ :પહેલી વખત અમદાવાદ સોનું રૂપિયા 80 હજાર અને ચાંદીનો ભાવ 95 હજારને પાર
વૈશ્વિકસ્તરે સર્જાયેલી ભૂ-રાજકીય અસ્થિરતા વચ્ચે સોના અને ચાંદીના ભાવોએ ઈતિહાસ સર્જ્યો

અમદાવાદ : વૈશ્વિકસ્તરે સર્જાયેલી ભૂ-રાજકીય અસ્થિરતા વચ્ચે સોના અને ચાંદીના ભાવોએ ઈતિહાસ સર્જ્યો છે.
અમદાવાદ ખાતે ઈતિહાસમાં પહેલી વખત 10 ગ્રામ સોનાએ રૂપિયા 80,000ની સપાટી કુદાવી દીધી છે તો બીજી બાજુ કીલો દીઠ અમદાવાદ ચાંદીએ ઐતિહાસિક રૂપિયા 95,000ની સપાટી કુદાવી દીધી છે. આ સાથે રોકાણકારો ચાંદીના ભાવ રૂપિયા એક લાખને આંબી જાય તેવી પણ શક્યતા દર્શાવી છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 92,500થી રૂપિયા 3,000 વધીને રૂપિયા 95,500 થયા છે. જ્યારે અમદાવાદ 10 ગ્રામ દીઠ સોનુ (99.9) રૂપિયા 79,800થી રૂપિયા 500 વધી રૂપિયા 80,300 જ્યારે અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 79,600થી રૂપિયા 500 વધી રૂપિયા 80,100 થયા છે. આ સાથે ઈતિહાસમાં પહેલી વખત અમદાવાદ ખાતે સોનું રૂપિયા 80000 અને ચાંદી રૂપિયા 95,000ને પાર થયું છે.
બજારના નિષ્ણાતોના મતે તહેવારની સિઝન વચ્ચે ખરીદીની અસર ઓછી છે પણ વૈશ્વિક સ્તરે જે ઈઝરાયેલ, હમાસ, ઈરાન, લેબેનોન તો બીજી બાજુ રશિયા અને યુક્રેન યુદ્ધમાં કોરિયા પણ કુદતા ચિંતામાં ઉમેરો થયો છે. અને તેને લીધે સોના અને ચાંદીના ભાવમાં સતત તેજીની આગેકૂચ જોવા મળી રહી છે.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
