News of Saturday, 19th October 2024
આખરે પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ
હાઈકોર્ટનાં આદેશ બાદ ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધાયો ગુનો : દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાકધમકીના ગંભીર આરોપ

ગાંધીનગર :ભાજપનાં ધારાસભ્ય વિરુદ્ધ દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાક-ધમકીનાં ગંભીર આરોપો સાથે ફરિયાદ દાખલ થઈ છે. ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. હાઈકોર્ટનાં આદેશ બાદ ગાંધીનગર પોલીસે ભાજપના ધારાસભ્યં વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે
ભાજપના એક નેતા વિવાદમાં સપડાયા છે. માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાનાં પ્રાંતિજ તાલુકાનાં ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે આખરે ગુનો નોંધવામાં આવ્યો છે. હાઈકોર્ટનાં આદેશ બાદ ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં આ ગુનો નોંધાયો છે. ભાજપનાં ધારાસભ્ય સામે દુષ્કર્મ, એટ્રોસિટી અને ધાકધમકી સહિતનાં ગંભીર આક્ષેપો સાથે આ ફરિયાદ નોંધવામાં આવી છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
