<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતને ધમરોળતા મેઘરાજા : રાજ્યના 42 તાલુકામાં ભારેથી હળવો વરસાદ વરસ્યો

મેંદરડામાં 3.54 ઇંચ, માળિયા હાટિનામાં 2.76 ઇંચ અને કેસોદમાં 2.72 ઇંચ, ઉમરપાડામાં 2.17 ઇંચ, વલસાડના કપરાડામાં 1.81 ઇંચ, સુરતના પલાસણમાં 1.57 ઇંચ વરસાદ

અમદાવાદ :રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી 23 ઑક્ટોબર સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરી છે. 

આજે રાજ્યના 42 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં જૂનાગઢના મેંદરડામાં 3.54 ઇંચ, માળિયા હાટિનામાં 2.76 ઇંચ અને કેસોદમાં 2.72 ઇંચ, સુરતના ઉમરપાડામાં 2.17 ઇંચ, વલસાડના કપરાડામાં 1.81 ઇંચ, સુરતના પલાસણમાં 1.57 ઇંચ, અમરેલીના લાઠીમાં 1.50 ઇંચ, જામનગરના લાલપુરમાં 1.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આ સિવાયના 34 તાલુકામાં દોઢ ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે.  

 તાપીના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ઉકળાટ બાદ પવન સાથે વરસાદ ખાબક્યો. જેમાં વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના તાલુકામાં વરસાદ વરસતા ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા.છે 

   મોડી સાંજે સુરતમાં વરસાદ વરસ્યો. જેમાં શહેરના સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ સહિત માંડવી, ઓલપાડ, માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ અને બારડોલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે તરસાડીનગર, કોસંબાના બજાર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી છે. જ્યારે માણેકપુર, અસ્તાન, ધામરોડ ગામો સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો 

દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા, રસ્તા પર પાણી ભરાતાં વાહનચાલકોને હાલાકી પડી. હતી 

 

(10:30 PM IST)