News of Saturday, 19th October 2024
રાજપીપળા રાજેન્દ્રસિંહજી વિદ્યાલયના શિક્ષક ધર્મેન્દ્રસિંહ રાઠોડનો વિદાય સન્માન સમારોહ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપલાના મદદનીશ શિક્ષક અને ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવનાર ધર્મેન્દ્રસિંહ મોહનસિંહ રાઠોડ નો વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો જેમાં વૈશાલીબેન એસ પવાર દ્વારા રાઠોડ સાહેબ ના સમગ્ર જીવનની ઝાંખી કરાવી હતી ત્યારબાદ શાળાના મદદનીશ શિક્ષક કમલેશ બારોટ અને ભુપતસિંહ વસાવા દ્વારા તેમના વિશે છેલ્લા 31 વર્ષના અનુભવોનું આલેખન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય યોગેશ વસાવાએ રાઠોડને તેઓના નિવૃત્તિ જીવન વિશે કહ્યું કે તેઓ હવે પછી સમાજ સેવામાં પણ જોડાઈ શકે છે અને આનંદમય સુખમય અને આરોગ્યમય જીવન જીવે એવી પ્રભુને પ્રાર્થના કરી હતી સાથે સુંદર મજાની એક કવિતા કે જે નિવૃત્તિ પછી કઈ રીતે જીવન જીવવું એની વાત આચાર્ય દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે હરેશભાઈ એચ પટેલ દ્વારા કાર્યક્રમના આયોજન અંગે આભાર વિધિ કરી અંતમાં તમામ શૈક્ષણિક સ્ટાફને સુરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
