News of Saturday, 19th October 2024
રાજપીપળા દશા ખડાયતાની વાડીમાં 200 જેટલા સિનિયર સિટીઝનોએ ચંદી પડવાની ઉજવણી કરી
સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ રાજપીપલા દ્વારા ચંદી પડવાની ઉજવણીમાં ગરબાની રમઝટ સાથે ધારી, દૂધ પૌવા બટાકાવડાની મઝા માણી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:સમગ્ર ભારતમાં ચંદી પડવામાં ઘારી ખાવાની અનોખી પરંપરા ચાલતી આવી છે જેમાં ખાસ કરીને આ પર્વ માં સુરતીઓ ખાસ મોંઘીદાટ ઘારી ખરીદી ઉજવણી કરતા હોય છે અને સુરત જેવી સ્વાદિષ્ટ ઘારી અન્ય ક્યાંયે મળતી નથી માટે અન્ય જીલ્લાઓમાં રહેતા કેટલાક ઘારીના શોખીનો તો સુરતથી ખાસ ઘારી મંગાવી ચંદી પડવાની મઝા માણતા હોય છે.
હાલમાં સિનિયર સિટીઝન ગ્રુપ ઓફ રાજપીપલા દ્વારા રાજપીપળા દશા ખડાયતા ની વાડી માં ચંદી પડવાની ઉજવણી કરવામાં આવી જેમાં ગરબા ની રમઝટ સાથે ધારી, દૂધ પૌવા, બટાકાવડા સહિતની વાનગીઓ સાથેની સિનિયર સીરીઝનો એ મઝા માણી હતી.
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
