<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th October 2024

કોવિડ હોસ્પિટલ બાદ GMERS કોલેજ અને સિવિલ હોસ્પિટલ શરૂ કરાતા રાજપીપળામાં આયુર્વેદ કોલેજની સરકારી જાહેરાત માત્ર કાગળ પર રહી ગઈ

સરકારી નીતીને કારણે આયુર્વેદ હોસ્પિટલની રોનક પણ છીનવાઈ: નર્મદા જિલ્લા મથક રાજપીપળા ખાતે આયુર્વેદ કોલેજ શરુ કરવાની સરકારની જાહેરાત માત્ર કાગળ પરની પોકળ જાહેરાત પુરવાર થઇ હોય એમ લાગી રહ્યુ છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપલામાં લગભગ સાતેક વર્ષ અગાઉ સરકારે આયુર્વેદ કોલેજ શરુ કરવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાતના પગલે વડીયા પેલેસ પરિસરમાં કોલેજ બિલ્ડીંગ અને હોસ્ટેલ નું બાંધકામ પણ પૂર્ણ કરવામાં આવ્યું જેથી જિલ્લાની પ્રજામાં આયુર્વેદ કોલેજની આશા બંધાઈ અને ખુશી છવાઈ પણ કોરોના કાળ આ ખુશીને ભરખી ગયો, રોજેરોજ અસંખ્ય દર્દીઓ જેનો લાભ લેતા હતા તે આયુર્વેદ હોસ્પિટલનું અદ્યતન મકાન સરકારે લઇ ત્યાં કોવિડ હોસ્પિટલ શરુ કરી અને કોરાના કાળ બાદ આ બિલ્ડીંગમાં GMERS કોલેજ અને સિવિલ હોસ્પિટલનો કબ્જો છે અને ત્યારથી આયુર્વેદ હોસ્પિટલ જુના બિલ્ડીંગમાં કાર્યરત છે. વર્તમાનમાં લોકો ની રુચિ આયુર્વેદ તરફ ઢળી છે અને રાજપીપલા આયુર્વેદ હોસ્પિટલ તેના અદ્યતન બિલ્ડીંગમાં તમામ સુવિધા અને નિષ્ણાતો ધરાવતી હતી જેથી દર્દીઓથી ઉભરાતી હતી પણ હાલ જૂના બિલ્ડીંગમાં તેની રોનક છીનવાઈ છે. સુવિધાઓ અને નિષ્ણાતની સેવાઓ શક્ય નથી ત્યારે લોકલાગણી છે કે સરકાર સત્વરે GMERS કોલેજ અને હોસ્પિટલને તેના નવા બિલ્ડીંગમાં શિફ્ટ કરી આયુર્વેદ કોલેજ શરુ કરી આયુર્વેદ હોસ્પિટલને તેની રોનક પછી આપે



 

(11:08 PM IST)