News of Saturday, 19th October 2024
નાંદોદના એક ગામમાં નશાની હાલતમાં મહિલાને ડાકણ કહી પથ્થરમારો કરતા અભયમ મદદે આવ્યું
પાડોશમાં રહેતા પુરુષે નશાની હાલતમાં મહિલાને ડાકણ કહી અમારા પરિવારને ભરખી ગઈ કહી પથ્થરમારો કર્યો:મહિલાને ધમકી આપી કહ્યું કે તારા ૪ માસના બાળકને મારી નાખીશ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લામાં 181 અભયમ ટીમ દ્વારા વારંવાર મહિલાને ગમે તેવી સ્થિતિમાં બચાવવા માટે સરાહનીય કામગીરી થાય છે જેમાં બંને પક્ષોને સમજાવી સમાધાન કરાઈ છે અને કોઈ કેસમાં સામાવાળા નહિ માને તો પોલીસ મથકે પણ કેસ કરવા સહિત ની મહિલાઓને આ ટીમ મદદ કરે છે. હાલમાં નાંદોદ તાલુકાના એક ગામમાં ડાકણ નો વ્હેમ રાખી એક મહિલા સાથે માથાકૂટની ઘટનામાં પણ 181 અભયમ ટીમ મદદરૂપ બની છે.
પ્રાપ્ત માહિતી મુજબ નાંદોદ તાલુકાના એક ગામમાં રહેતી મહિલાને પાડોશી પુરુષ વ્યશન કરીને તેમના ઘરે જઈને ડાકણ કહી અમારા પરિવારને ભરખી ગઈ તેમ જણાવી ગાળો બોલી પથ્થર મારો કર્યો હતો અને સાત દિવસની અંદર તારા 4 માસના બાળક ને મારી નાખીશ તેવી આ મહિલા ને ધમકી આપતા 181 ટીમ પર કોલ આવતા ટીમ ત્યાં પહોંચી સમજવવા પ્રયત્ન કરેલ પરંતુ આ વ્યક્તિ નશામાં હોય કંઈ સમજવા તૈયાર નહિ હોવાથી આખરે નજીક ના પોલીસ સ્ટેશનમાં આ પુરુષ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. આમ નર્મદા 181 અભયમ ટીમ આ મહિલા ને મદદરૂપ બની હતી.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
