News of Saturday, 19th October 2024
શહેરાવ ગામની યુવતી આઠ દિવસથી ગુમ થતાં પિતાએ પોલીસની મદદ માંગી
ધોરણ ૧૦ સુધી અભ્યાસ કર્યા બાદ બે વર્ષથી ઘરમાં રહી કામ કરતી યુવતી અચાનક જ ક્યાંક ચાલી જતા પરિવાર ચિંતિત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના શહેરાવ ગામની યુવતી આઠ દિવસથી ક્યાંક ચાલી જતા પિતાએ દીકરીને શોધવા પોલીસ ની મદદ માંગી છે
મળતી માહિતી અનુસાર રાજેશભાઇ ચંદુભાઇ તડવી (રહે.શહેરાવ,નવી નગરી) નાઓએ રાજપીપળા પોલીસમાં જાણ કર્યા મુજબ તેમની દીકરી તેજલ તા.૧૦/૧૦/ ૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે કલાક ૦૯/૦૦ વાગ્યાથી તા.૧૧/૧૦/૨૦૨૪ના સવારના સમયગાળા દરમ્યાન કોઇ પણ સમયે શહેરાવ, નવી નગરી ખાતેથી ક્યાંક ચાલી જતા તેની ઘણી શોધખોળ કરી પરંતુ તેનો ક્યાયે પત્તો નહી મળતા આખરે પોલીસમાં જાણ કરી મદદ માંગી છે. જોકે ગુમ થનાર દીકરીના પરિવારજનોમાંથી જાણવા મળ્યા મુજબ તેજલ એ ધોરણ ૧૦ સુધી ગામની શાળામાં અભ્યાસ કર્યો છે ત્યારબાદ છેલ્લા બે વર્ષથી તે ઘરે રહી ઘરકામ કરતી હતી.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
