News of Saturday, 19th October 2024
અમદાવાદમાં વાતાવરણમાં એકાએક પલટો ; અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા
રિવરફ્રન્ટ, શાહીબાગ, ગોતા, ચાંદલોડિયા, જોધપુર, શિવરંજની, પ્રહલાદનગર, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. શહેરના રિવરફ્રન્ટ, શાહીબાગ, ગોતા, ચાંદલોડિયા, જોધપુર, શિવરંજની, પ્રહલાદનગર, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડતા વાતાવરમમાં ઠંડક પ્રસરી હતી.
અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ અને બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. એકાએક ગાજવીજ અને વાદળોના ગટગટાડ વચ્ચે વરસાદનું આગમન થયુ. વરસાદ સાથે ભારે પવન પણ ફુંકાવાની શરૂઆત થઈ હતી
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
