તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th October 2024
તે હંમેશા મોંઘા જૂતા-કપડા પહેરે છેઃ જેલમાં દેખરેખ માટે પરિવાર કરે છે દર વર્ષે ૪૦ લાખ નો ખર્ચ: લોરેન્સ બિશ્નોઇના રમેશનો દાવો

અમદાવાદઃ બાબા સિદ્દીકીની હત્યા બાદ ફરી એક વખત દેશમાં લોરેન્સ બિશ્નોઇના નામની ચર્ચા છે. લોરેન્સ બિશ્નોઇના ભાઇએ ખુલાસો કર્યો કે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇની દેખરેખ પાછળ તેનો પરિવાર દર વર્ષે 35થી 40 લાખ રૂપિયા ખર્ચ કરે છે. એક રિપોર્ટ અનુસાર 50 વર્ષીય રમેશ બિશ્નોઇએ એમ પણ કહ્યું કે પરિવારે ક્યારેય વિચાર્યું નહતું કે તે ગુનેગાર બની જશે.
રિપોર્ટ અનુસાર લોરેન્સ બિશ્નોઇના ભાઇ રમેશ બિશ્નોઇએ જણાવ્યું, "અમે હંમેશાથી અમીર રહ્યાં છીએ. લોરેન્સના પિતા હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ હતા અને ગામમાં 110 એકર જમીન છે. લોરેન્સ હંમેશા મોંઘા કપડા અને જૂતા પહેરતો હતો. હજુ પણ પરિવાર જેલમાં તેની પાછળ વાર્ષિક 35-40 લાખ રૂપિયા ખર્ચ કરે છે."
NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ ગેન્ગે લીધી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સલમાન ખાન સાથે મિત્રતાને કારણે તેની હત્યા કરવામાં આવી છે. જોકે, પોલીસ આ હત્યામાં લોરેન્સ બિશ્નોઇની સંડોવણીની તપાસ કરી રહી છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
