News of Sunday, 20th October 2024
વડોદરાના વિશ્વામિત્રી રેલ્વે સ્ટેશન નજીક શેડ તૂટ્યોઃ બાળકીનું મોતઃ ૮ ને ઇજા
શ્રમજીવીઓ રેલ્વે ટ્રેકના કામ માટે મજુરી કરવા આવેલઃ સીમેન્ટના પતરામાં રહેતા હતાઃ પવન-વરસાદથી શેડ તુટીઃ પડેલ

વડોદરાઃ વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક સિમેન્ટના પતરાનો શેડ તૂટીને પડતા પાંચ બાળકો સહિત નવ શ્રમજીવીઓને ઇજા થઇ હતી. આ દુર્ઘટનામાં એક બાળકીનું મોત નીપજ્યું હતું. રેલવે ટ્રેકના રિપેરિંગ સહિતના કામની મજૂરી માટે દાહોદના શ્રમજીવીઓ વડોદરા આવ્યા હતા.
વડોદરા આવેલા દાહોદના શ્રમજીવીઓ શેડ બનાવીને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક રહેતા હતા.ગત સાંજે ભારે પવન સાથે પડેલા વરસાદમાં શેડ તૂટીને પડતા બાળકો સહિત 9 શ્રમજીવીઓને ઇજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેઓની હાલત સુધારા પર છે. ઇજાગ્રસ્તોમાં (૧) વિજયભાઇ રામસિંહ પરમાર (૨)વિપુલ ઇશ્વરભાઇ (૩) હંસાબેન વિજયભાઇ પરમાર (૪) કલ્પેશ ગોવિંદભાઇ માલીવાડ તથા પાંચ બાળકોને ઇજા પહોંચી હતી. જેમાં એક બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
