<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

સુરતમાં ડીવાઈડર પર કુદીને ટ્રક સાથે અથડાયુઃ જાનહાની ટળી

કીમ ચોકડી નજીક મુંબઇથી અમદાવાદ તરફ જતા માર્ગ પર કેમિકલ ટેન્કર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો

સુરત: જિલ્લામાં કીમ ચોકડી નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં કેમિકલ ભરેલું ટેન્કર પહેલા ડીવાઈડર પર ચડી ગયું હતું અને બાદમાં રસ્તો ક્રોસ કરીને ત્યાં પાર્ક રહેલા ટ્રક સાથે અથડાયું હતું. ટેન્કર ચાલકને ચક્કર આવી જતા આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે તેમજ આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં કીમ ચોકડી નજીક મુંબઇથી અમદાવાદ તરફ જતા માર્ગ પર કેમિકલ ભરેલું ટેન્કર પસાર થઇ રહ્યું હતું. આ દરમ્યાન ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટેન્કર પહેલા ડીવાઈડર પર ચડી ગયું હતું. બાદમાં રસ્તો ક્રોસ કરીને ત્યાં પાર્ક રહેલા એક ટ્રક સાથે અથડાયું હતું. આ ઘટના બાદ ત્યાં લોકો દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને ટેન્કરમાં બેભાન અવસ્થામાં ચાલકને બહાર કાઢ્યો હતો. ચાલકને ચક્કર આવ્યા બાદ તે બેભાન થઇ જતા આ ઘટના બની હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

(3:18 PM IST)