News of Sunday, 20th October 2024
સુરતના ઉધના દરવાજા ઓવરબ્રીજ પર અકસ્માત, કારે બાઇકને અડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળે મોત
પોલીસે કાર ચાલકને ઝડપી લીધોઃ કારમાંથી ભાજપનો ખેસ તથા થમ્સઅપની બોટલ અને ગ્લાસ પણ મળ્યા

સુરતઃ શહેરમાં ઉધના દરવાજા ઓવરબ્રીજ પર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં કાર ડીવાઈડર પર ચડી ગઇ હતી અને ડિવાઈડરને પણ નુકશાન થયું હતું. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કારમાંથી થમ્સઅપની બોટલ, સિગારેટનું પેકેટ, ગ્લાસ તેમજ કારમાં ભાજપનો ખેસ મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક બાઈક ચાલકની ઓળખ સંજયભાઈ તરીકે થઇ હતી. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરતના સીટીલાઈટ વિસ્તારમાં રહેતા હતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. આજે તેઓ જોધપુરથી માતા-પિતા સુરત ટ્રેનમાં આવી રહ્યા હતા. તેઓને લેવા માટે સ્ટેશન જઈ રહ્યા હતા.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
