News of Sunday, 20th October 2024
ડીસામાં 450 વીઘામાં પ્રાણી સંગ્રહાલય અને જંગલ સફારી 300 કરોડના ખર્ચે બનાવવાના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી
પ્રવાસીઓ માટે આ પ્રાણી સંગ્રહાલય અને ઝુઓલોજીકલ પાર્ક નવીન નજરાણા બની રહેશે

અમદાવાદ : ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યું છે. વન વિભાગ દ્વારા ડીસામાં 450 વીઘામાં પ્રાણી સંગ્રહાલય અને જંગલ સફારી બનાવવાના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.
આ અંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી મુળુ બેરાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકીને જણાવ્યું કે, ડીસામાં આશરે 450 વીઘા જમીન પર રૂ. 300 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય તેમજ જંગલ સફારી બનાવવામાં આવશે. નડાબેટથી અંબાજીની ટુરીઝમ સર્કિટમાં ડીસા ઝુઓલોજીકલનો સમાવેશ કરવામાં આવશે.
બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ પોતાની X પોસ્ટમાં લખ્યું છે કે, પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. પ્રવાસીઓ માટે આ પ્રાણી સંગ્રહાલય અને ઝુઓલોજીકલ પાર્ક નવીન નજરાણા બની રહેશે
, ડીસામાં પ્રાણી સંગ્રહાલય અંગે ધારાસભ્ય પ્રવિણ માળીએ સરકારને રજૂઆત કરી હતી. બનાસકાંઠામાં અંબાજીથી લઈને જેસોર રીંછ અભ્યારણ્ય તેમજ નડા બેટ બોર્ડરનો વિકાસ થઈ રહ્યો છે. આ ટુરિઝમ સર્કિટમાં ઝુઓલોજીકલ પાર્કનો પણ સમાવેશ કરવામાં આવશે. જો કે હજુ સુધી આ ઝુઓલોજીકલ પાર્કને લઈને જગ્યા નક્કી નથી કરવામાં આવી. . .
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
