News of Sunday, 20th October 2024
વડોદરામાં કરણી સેનાના રાજ શેખાવતે કહ્યું- લોરેન્સની ગેંગ દ્વારા મને પણ જાનથી મારી નાંખવાની ધમકી મળી
ગેંગનો મુખિયા જેલમાં બેસીને વિદેશોથી દેશના વ્યાપારીઓને ખંડણી માટે હેરાન કરતો હોય. . જે રાજકીય હોય કે સામાજીક હોય તેમની હત્યા કરતો હોય. એવા ગેંગસ્ટરનું એન્કાઉન્ટર થવું જોઇએ

વડોદરામાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે કહ્યું હતું કે, આ પ્રકારના ગેંગસ્ટર ઉગ્રવાદીની શ્રેણીમાં આવે છે, તેમનું એન્કાઉન્ટર થવું જોઇએ. લોરેન્સની ગેંગ દ્વારા મને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે.
હાલમાં જ હાઈપ્રોફાઈલ બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.અને વળી એવામાં સલમાન ખાનને મળી રહેલી ધમકીઓને પણ બિશ્નોઇ ગેંગના ખંડણીનો મામલો ગણાવવામાં આવી રહ્યો છે. ત્યારે આવામાં હવે ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષને પણ લોરેન્સ ગેંગ ધ્વરા જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો આક્ષેપ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વડોદરામાં જણાવ્યું હતું કે, આ ભયનો જે માહોલ છે ઉભો થયો છે. લોરેન્સ બિશ્નોઇ હોય કે તેના માણસો હોય એ ક્યાં સુધી સ્વિકાર્ય છે. એક ગેંગનો મુખિયા જેલમાં બેસીને વિદેશોથી દેશના વ્યાપારીઓને ખંડણી માટે હેરાન કરતો હોય. દેશના મોટા આગેવાનો છે, જે રાજકીય હોય કે સામાજીક હોય તેમની હત્યા કરતો હોય. એવા ગેંગસ્ટરનું એન્કાઉન્ટર થવું જોઇએ કે નહીં હું દેશની જનતાને પૂછવા માગું છું. આવા તત્વો ઉગ્રવાદીઓની શ્રેણીમાં આવે છે. આવા તત્વોનું એન્કાઉન્ટર જ એકમાત્ર વિકલ્પ મને દેખાઈ રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, મને પણ ધમકી મળી છે. મને લોરેન્સના માણસો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અમારી કરણી સેના દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી પરંતુ લોકસભા વખતના આંદોલનના કારણે મારી સુરક્ષા હટાવવામાં આવી હતી. હું પોતાની સુરક્ષા કરવામાં સક્ષમ છું. આ ભયનો માહોલ છે. તેને ખતમ કરવા માટે લોરેન્સ જેવા જેટલા પણ ગેન્ગસ્ટર છે, તેમનો ખાતમો અનિવાર્ય છે. તેમનું એન્કાઉન્ટર કરવામાં આવે તેવી ક્ષત્રિય કરણી સેનાની માગ છે.
તેમણે વધુમાં કહ્યું કે, એન્કાઉન્ટર કરવામાં બે મિનિટ લાગે. આ આતંકવાદીની શ્રેણીમાં આવે. જે વ્યક્તિ લગાતાર ખંડણીઓ માગતો હોય, હત્યાઓ કરાવતો હોય. રાજકીય અને સામજીક આગેવાનોની હત્યા કરાવતો હોય. એવા વ્યક્તિને છાવરવાની જરૂર ક્યાં છે. રાજકીય રોટલા શેકવાનું બંધ કરવું જોઇએ.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
